મુકેશ અંબાણી ગત વર્ષે દરરોજ કમાયા આટલા કરોડ રૂપિયા, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી, જાણો વિગત
સન ફાર્માના દિલીપ સંઘવી લિસ્ટમાં પાંચમા નંબર પર છે. ગત વર્ષે તેઓ ત્રીજા નંબર પર હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુઝલોનમાં તેમની સંપત્તિને થયેલા નુક્સાનની ભરપાઈ સન ફાર્માના શેરમાં આવેલી સામાન્ય તેજીથી થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાર્કલેઝ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ભારતના જે ધનાઢ્યોની નેટ વર્થ 1000 કરોડ રૂપિયાથી વધારે હોય તેમને સામેલ કરવામાં આવે છે. 2017માં આ લિસ્ટમાં 617 લોકો હતો જેની સંખ્યા ચાલુ વર્ષે વધીને 831 થઈ ગઈ છે.
લિસ્ટમાં અંબાણી બાદ બીજા નંબરે રહેલા એસપી હિન્દુજા એન્ડ ફેમિલીની પ્રોપર્ટી 1 લાખ 59 હજાર કરોડ રૂપિયા, ત્રીજા નંબરે રહેલા એલ એન મિત્તલ એન્ડ ફેમિલીની પ્રોપર્ટી 1 લાખ 14 હજાર કરોડ રૂપિયા અને ચોથા નંબર પર રહેલા અઝીમ પ્રેમજીની પ્રોપર્ટી 96 હજાર 100 કરોડ રૂપિયા છે.
અંબાણીની કંપનીના શેરના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે. ખાસ વાત એ છે કે એકલા અંબાણીની જ પ્રોપર્ટી લિસ્ટમાં સામેલ બીજા, ત્રીજા અને ચોથા નંબરના ધનાઢ્યોની મળીને થતી કુલ સંપત્તિ કરતાં વધારે છે.
નવી દિલ્હીઃ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ છેલ્લા એક વર્ષમાં દરરોજ 300 કરોડ રૂપિયા વધી હોવાનો બાર્કલેઝ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2018માં ખુલાસો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની 3 લાખ 71 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લિસ્ટમાં સાત વર્ષથી પ્રથમ નંબર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -