ICICI બેંકના CEO ચંદા કોચરનું રાજીનામું, શેરમાં 5 %નો ઉછાળો
ગુરુવારે બેંક તરફથી શેર બજારને આપવામાં આવેલા લેટર મુજબ, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા તેના રાજીનામાને સ્વીકારી લેવામાં આવ્યું છે. તેની સામે થઈ રહેલી તપાસની કોઈ અસર નહીં પડે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વીડિયોકોન ઋણ મામલે વિવાદોમાં ઘેરાયેલી ICICI બેંકની CEO ચંદા કોચરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત તેને બોર્ડ ઓફ ડિરેકટરમાંથી પણ હટાવી દેવામાં આવ્યા છે. ચંદા કોચરની જગ્યાએ સંદીપ બક્ષીને નવા સીએમડી બનાવવામાં આવ્યા છે. ચંદા કોચરના રાજીનામાના અહેવાલ આવતાં જ ICICI બેંકના શેરમાં આશરે 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ચંદા કોચર પર વીડિયોકોન ગ્રુપને આપેલી લોન નિયમની વિરુદ્ધ અને અંગત લાભ માટે આપી હોવાનો આરોપ લાગ્યો હતો. તેમાં ચંદા કોચરના પતિ દીપકનું નામ પણ સામે આવ્યું હતું. આ મામલાનો ખુલાસા બાદ ચંદા કોચરને 19 જૂન 2018થી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -