શેર બજારમાં હાહાકારઃ સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, ડોલર સામે રૂપિયો 73.70ની નીચી સપાટીએ

વેચવાલીના દબાણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર અંદાજે 5 ટકા ઘટ્યો હતો. ટીસીએસ અને હીરો મોટોકોર્પમાં 3 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. હિન્દુસ્તાન યૂનિલીવર, એડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 2.5 ટકાનો ઘટાડો આવ્યો છે. સેન્સેક્સમાં સામેલ 30માંથી 28 કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. મોટાભાગના સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશનામા સામેલ થયા છે. ક્રૂડ ઓઈલ મોંઘુ થયું હોવાથી પણ શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ 86 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. તે નવેમ્બર 2014 પછીનો સૌથી વધારે રેટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ડોલરની સરખામણીએ ગુરુવારે રૂપિયો નબળી સપાટીએ ખુલ્યો હતો. વેપાર દરમિયાન તે ઓલ ટાઈમ લો 73.80ની સપાટીએ જોવા મળ્યો હતો. બુધવારે રૂપિયો પહેલીવાર 73થી નીચે ખુલ્યો હતો. ક્લોઝિંગ 43 પૈસા ઘટીને 73.34ની સપાટીએ થયું હતું. રૂપિયામાં ગુરુવારે સતત ત્રીજા સત્રમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આજે એક ડોલર સામે રૂપિયો 73.70ની સપાટીએ પહોંચી ગયો હતો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક સ્તરે સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થવાથી રૂપિયો નબળો પડી રહ્યો છે. અન્ય કરન્સીની સામે પણ ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળી રહી છે. ડોલરમાં આવી રહેલી મજબૂતીના કારણે રોકાણકારો બજારમાં રૂપિયા પાછા ખેંચી રહ્યા છે.
નવી દિલ્હીઃ નબળો પડતો રૂપિયો અને ક્રૂડની વધતી કિંમતને કારણે શેર બજારમાં હાહાકાર મચી ગઈ છે. ગુરુવારે શેર બજારમાં 810 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ 261 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. રિલાયન્સ, આયશર મોટર્સ, હીરો મોટોકોર્પ અને ટીસીએસ જેવા શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -