IDBI બેંકના કર્મચારીઓની આજે હડતાળ, આઉટસોર્સિંગનો કરી રહ્યા છે વિરોધ
વેંકટાચલમ અનુસાર, આઈડીબીઆ બેંકના અંદાજે 2000 કર્મચારી-ક્લાર્ક અને સ્ટાફ સોમવારે હડતાળ પર રહેશે. વેંકટાચલમ અનુસાર, આઈડીબીઆઈ બેંકે સંઘ સાથે પગાર પર અલગથી સમજૂતી કરી છે અને આ ઉદ્યોગના પગાર સમજૂતીનો ભાગ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, પગારને લઈને આઈડીબીઆઈ બેંક મેનેજમેન્ટની દરખાસ્ત અન્ય બેંકની તુલનામાં ખૂબ જ ઓછી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ (એઆઈબીઈએ)ના મહાસચિવ સી.એચ. વેંકટાચલમે રવિવારે જણાવ્યું કે, વિતેલા ત્રણ દિવસોથી મુંબઈમાં સમાધાન માટે બેઠક થઈ હતી પરંતુ સંઘ દ્વારા યોગ્ય પક્ષ રજૂ કરવા છતાં આઈડીબીઆઈ મેનેજમેન્ટે નકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેના કારણે સમાધાન થઈ શક્યું ન હતું. એવામાં સંઘે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
ચેન્નઈઃ આઈડીબીઆઈ બેંકના કર્મચારી પોતાની જુદી જુદી માંગને લઈને આજે હડતાળ પર ઉતરવાના છે. તેઓ પગાર વઘારાની માગ કરી રહ્યા છે. સાથે જ આઉટસોર્સિંગનો વિરોધ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -