માર્ચ મહિનાના અંતમાં કેમ 4 દિવસો સુધી બંધ રહેશે બેંકો, જાણો કારણ
ટ્રેઝરીના માધ્યમથી થનારી સરકારી ચુકવણી 28 માર્ચ બાદ નહીં કરાય. 31 માર્ચ એટલે કે શનિવારે બેન્કો અને ટ્રેઝરી ખુલ્લી રાખવાની જાહેરાત થયા બાદ જ માસના અંત સુધી ક્લિયરન્સ થઈ શકશે.
ઈન્કમટેક્ષ, GST, ઇન્શ્યોરન્સનું પ્રિમીયમ વગેરે જમા કરવાની સાથે અન્ય બેંકના કાર્યોને 31ના બદલે 28 માર્ચે જ ખતમ કરી લો. સરકારી કાર્યલયોમાં નાણાંકીય વર્ષ માટેની રકમનો ઉપયોગ પણ 28 માર્ચ સુધી જ કરવાનો રહેશે. બેંક બંધ રહેવાના કારણે ન તો ડ્રાફ્ટ બનશે અને ના તો ચેક ક્લિયરિંગમાં જશે.
31મી માર્ચે બેંકો માટે ક્લોઝિંગ ડેટ હોય છે અને આ દિવસે બેંક ગ્રાહકો સાથે લેવડ-દેવડ નથી કરતી. 31મી માર્ચે મહિનાનો છેલ્લો શનિવાર છે. નિયમ અનુસાર છેલ્લા શનિવારે સરકારી ઓફિસો બંધ રહેશે. આ પછી પહેલી એપ્રિલે રવિવારની જાહેર રજા છે. આવી રીતે 29 માર્ચથી 1લી એપ્રિલ સુધી બેંકો અને સરકારી કાર્યલયોમાં રજા રહેશે અને બેંકના દરવાજા ગ્રાહકો માટે બંધ રહેશે.
માર્ચના છેલ્લા અઠવાડિયામાં સતત 4 દિવસોની સરકારી રજાઓ છે. જેને કારણે બેંકની સાથે સાથે સરકારી ઓફિસો પણ બંધ રહેશે. 29-31 માર્ચ સુધી બેંક બંધ રહેશે. 29 માર્ચે ભગવાન મહાવીર જયંતી હોવાના કારણે રજા રહશે. 30મી માર્ચે ઈસાઈ સમુદાયનો મુખ્ય તહેવાર ગુડ ફ્રાઈડે છે, જેના કારણે પણ જાહેર રજા રહેશે.
અમદાવાદ: બેંકના તમામ જરૂરી કામ પતાવી લો કારણ કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં સતત ચાર દિવસ સુધી બેંકનું કામકાજ બંધ રહેશે. આ ચાર દિવસો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસોમાં પણ રજાઓ રહેશે. સળગ ચાર દિવસ બેંકો બંધ રહેતા કરોડોનું ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઈ જશે.