RBI ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું, નીલકંઠની જેમ ઝેર પીવા તૈયાર છું
આરબીઆઈ ગર્વનરે કહ્યું કે, જેવી રીતે મંદાર પર્વતથી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તેવી રીતે આરબીઆઈ આધુનિક ભારતીય અર્થતંત્રમાં ઋણ સંસ્કૃતિને સાફ કરી રહી છે. જ્યાં સુધી આ પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી દેશના ભવિષ્ય માટે સ્થિરતાનો અમૃત હાંસલ નહીં કરી શકાય. કોઈકને કોઈકે તો મંથનથી નીકળનારું વિષપાન કરવું પડશે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે મોટાભાગની બેંકો અને ખાનગી ઔદ્યોગિક સંગઠનો આ અમૃત મંથમાં અસુરોના બદલે દેવોના પક્ષમાં ઉભા રહેશે..
ઉર્જિત પટેલે બેંકોમાં કૌભાંડ પર ક્ષોભ વ્યક્ત કરતાં કહ્યું કે, કેન્દ્રીય બેંક નીલકંઠની જેમ વિષપાન કરશે અને તેમના પર ફેંકવામાં આવેલા પથ્થરોનો સામનો કરશે. પરંતુ દરેક વખતે પહેલાથી સારી થવાની આશા સાથે આગળ વધશે. તેમણે આશરે 13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડ પર મૌન તોડતાં કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં કૌભાંડ અને અનિયમિતતાથી આરબીઆઈ પણ ગુસ્સો, તકલીફ અને દર્દનો અનુભવ કરે છે. તેથી મેં આજે બોલવાનું નક્કી કર્યું છે.
અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે આખરે પીએનબી કૌભાંડ પર મૌન તોડ્યું છે. પીએમ મોદી અને નાણા મંત્રી અરૂણ જેટલીએ નિયામક સંસ્થાઓ પર સવાલ ઉઠાવ્યા બાદ પટેલે કહ્યું કે તેઓ પથ્થર ખાવા અને નીલંકઠની જેમ ઝેર પીવા તૈયાર છે. બુધવારે ગુજરાત લો યુનિવર્સિટીના એક લેક્ચર દરમિયાન આ વાત કરી હતી.