ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારતની લાંબી છંલાગ, 77મું સ્થાન મેળવ્યું
ગયા વર્ષે કારોબારમાં સરળતા રેન્કીંગમાં ભારત 30 પોઈન્ટની છંલાગ સાથે 130થી 100માં સ્થાન પર આવ્યું હતું. આ એક વર્ષના ગાળામાં ભારત દ્વારા લગાવવામાં આવેલી સૌથી મોટી છલાંગ છે. માનવામાં આવી રહ્યું છે કે આ રેન્કિંગથી ભારતને વધુમાં વધુ વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરુણ જેટલીએ કહ્યું કે, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર 2014માં સત્તામાં આવી હતી ત્યારે ભારત રેન્કીંગમાં 142 પર હતુ. પીએમ મોદીએ કહ્યું હતું કે ,આવનારા દિવસોમાં ભારત આ ઈન્ડેક્સમાં ટૉપ 50 દેશોની યાદીમાં સમાવેશ થાય.
નવી દિલ્હી: ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કીંગમાં ભારતે મોટી છલાંગ લગાવી છે. વિશ્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલા વર્તમાન ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ(ડીબીઆર-2019)માં ભારતે 23 પોઈન્ટ આગળ સરકી 100મા સ્થાનથી 77મું સ્થાન મેળવ્યુ છે. છેલ્લા બે વર્ષમાં ભારતના રેન્કીંગમાં 53 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ બેન્કે 190 દેશોની યાદીમાંથી આ યાદી જાહેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -