ડોલર સામે રૂપિયો 72.91ની નીચલી સપાટીએ પહોંચ્યો, 9 મહિનામાં 14 ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ બુધવારે ડોલર સામે રૂપિયો નવી નીચલી સપાટી 72.91એ પહોંચ્યો હતો. ક્રૂડના વધતા ભાવ અને વિદેશી મૂડી બહાર જવાથી શરૂઆતના કારોબારમાં રૂપિયા 22 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો હતો. રૂપિયો મંગળવારે 24 પૈસા ઘટીને 72.69 પર બંધ થયો હતો. ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં ખાદ્ય વસ્તુઓ અને જરૂરી વસ્તુઓના ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલનો ઉપયોગ થાય છે. પરિણામે ડીઝલ મોંઘું થતાં જ આ તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે. જો પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થયા તો પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે સાબુ, શેમ્પૂ, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, જેના કારણે આ પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ શકે છે.
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ બુધવારે 2% વધીને 79.34 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. બીજી બાજુ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર વધુ ઉગ્ર થવાના એંધામ છે જેની અસર કરન્સી બજારમાં જોવા મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -