વિશ્વની સૌથી ઝડપી દોડતી SUV થશે લોન્ચ, 3.5 સેકન્ડમાં 100ની પકડશે સ્પીડ, કિંમત સાંભળીને ચોંકી જશો
લિસ્ટર એલએફપીને લિસ્ટર એલએફટી-666 કૂપનેની સફળતા બાદ લાવવામાં આવી રહ્યું છે. આ કારની કિંમત 1.30 કરોડ રૂપિયા આસપાસ હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં 670bHPનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એસયુવીમાં કાર્બન ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી કારનું વજન ઓછું કરવામાં મદદ મળે છે.
લંડનઃ વિશ્વની સૌથી ઝડપી દોડતી SUV લોન્ચ થવાની છે. બ્રિટનની સૌથી જૂની રેસિંગ કાર કંપનીઓ પૈકીની એક લિસ્ટર આ નવી એસયુવી Lister LFPને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ દાવો કર્યો છે કે SUV માત્ર 3.5 સેકન્ડમાં જ 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લશે. આ કારની ટોપ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
જો કંપનીનો દાવો સાચો માનવામાં આવે તો એલએફપી લેમ્બોર્ગિની ઉર્સ અને બેંટલે બેટાયગાથી ફાસ્ટ હશે. લેમ્બોર્ગિની ઉર્સમાં 4.0 લીટર વી8 ટ્રવાઇન ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -