ડોલર સામે રૂપિયો ભોંય ભેગો, પ્રથમ વખત 70ની સપાટીને પાર પહોંચ્યો
નવી દિલ્હીઃ ઝડપથી ગબડતો ભારતીય રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટી 70.07 પર પહોંચી ગયો છે. અત્યાર એક અમેરિકન ડોલરની સામે 70.07 રૂપિયા છે. વિતેલા સપ્તાહથી લઈને અત્યાર સુધીમાં રૂપિયાની કિંમતમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. શુક્રવારે રૂપિયો 68.83થી 110 પૈસા તૂટીને સોમવારે 69.93ની નીચલી સપાટી પર પહોંચ્યો હતો અને આજે રૂપિયો ડોલરની સામે 70ની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર નીકળી ગયો છે.
એવી અટકળો હતી કે વેચવાલીમાં તેજી હતી કે રિઝર્વ બેન્કે પણ રૂપિયામાં થઈ રહેલ ઘટાડાને રોકવાના પ્રયત્નો ન કર્યા. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલરની સરખામણીએ રૂપિયો 70નુ લેવલ પાર કરી ચુક્યો હતો.
રૂપિયો ગબડવાનું કારણ અમેરિકા અને તુર્કીની વચ્ચે ચાલી રહેલ ટ્રેડ ઓવરની અસરને માનવામાં આવે છે. હાલમાં જ અમેરિકાએ તુર્કી સાથે પોતાના બગડતા સંબંધોની વચ્ચે નવી ટેક્સ નીતિની જાહેરાત કરી છે. અમેરિકાની નવી નીતિ અનુસાર તુર્કી માટે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર લાગતો ટેક્સ બે ગણો કરવામાં આવ્યો છે. એલ્યુમિનિયમ પર હવે તુર્કીને 20 ટકા અને સ્ટીલ પર 50 ટકા ટેક્સ આપવો પડશે.