ભારતની આ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ માટે Good News, સરળતાથી મળી જશે અમેરિકાના વિઝા
નવી દિલ્હીઃ ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ) ભારતની એક માત્ર એવી કંપની છે જે એચ-1બી વીઝા માટે વિદેશી શ્રમ પ્રમાણન (ફોરેન લેબર સર્ટિફિકેશન) મેળવનારી ટોચની દસ કંપનીઓમાં સામેલ છે. અમેરિકામાં શ્રમ વિભાગના આંકડા અનુસાર આ સર્ટિફિકેટ વર્ષ 2018 માટે આપવામાં આવ્યું છે. ભારતીય આઈટી પ્રોફેશનલની વચ્ચે H-1B વીઝાની માગ સૌથી વધારે રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅર્નેસ્ટ એન્ડ યંગ બાદ આ લિસ્ટમાં ડેડલાઈટ કન્સલ્ટિંગનું સ્થાન છે. તેને 68,869 સર્ટિફીકેશન મળ્યા છે. કોગ્નિજેન્ટ ટેકનોલોજીને 47,732 સર્ટિફીકેશન મળ્યા છે. જયારે એચસીએલ અમેરિકાને 42,280 સર્ટિફીકેશન મળ્યા છે. K Force Incને 32,996 અને એપ્પલને 26,833 સર્ટિફીકેશન પ્રાપ્ત થયા છે. જયારે ટીસીએસને કુલ 20,755 એચ-1 બી સર્ટિફીકેશન પ્રાપ્ત થયા છે.
લંડનની આ કંપનીને એચ-1 બી અંતર્ગત આવનારા કામો સાથે સંકળાયેલી 1,51,164 પદો માટે આ પ્રમાણપત્ર મળ્યું છે. નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન જેટલા પણ વિદેશી લેબર સર્ટિફીકેશન ઈસ્યું કરવામાં આવ્યા છે, તેમાં કંપનીની ભાગીદારી 12.4 ટકાની છે.
ટોપ 10માં સામેલ થનારી ટીસીએસ એક માત્ર ભારતીય કંપની બની છે. અમેરિકાના શ્રમ વિભાગના આંકડાઓ પ્રમાણે ટીસીએસને 20 હજાર સર્ટિફિકેશનની સાથે આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. આ લિસ્ટમાં સૌથી ઉપર અર્નેસ્ટ એન્ડ યંગ છે. આ કંપનીએ પ્રથમ સ્થાન કબ્જે કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -