ભારતની પ્રથમ 5G ઈન્ટનેટ SUV કાર થઈ લોન્ચ, સ્માર્ટફોનથી દરવાજા લોક-અનલોક કરી શકાશે, જાણો કિંમત
એમજી હેક્ટર પ્રથમ વખત પલ્સ હબ દ્વારા કસ્ટમર મેનેજમેન્ટ સર્વિસ પણ ઓફર કરશે. આ સર્વિસ દ્વારા એક્સિડેન્ટની સ્થિતિમાં કારની એરબેગ ખુલવા પર કેટલાક ખાસ નંબરોને ટેક્સ્ટ મેસેજ ઓટોમેટિક જતા રહેશે. ઉપરાંત વ્હીકલ લોકેશન પણ શેર થશે. હેક્ટરમાં iCall ફીચર પણ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇસ્માર્ટ સિસ્ટમની વિશેષતા એ છે કે યૂઝર તેમના સ્માર્ટફોન પર કારનું રિયલ ટાઇમ અપડેટ પણ જોઈ શકશે.. ઉપરાંત યૂઝર મોબાઇલ પર ટાયર પ્રેશર, લાઇવ લોકેશન્સ પણ એક્સેસ કરી શકશે. સ્માર્ટફોનથી કારના દરવાજાને લોક-અનલોક કરી શકાશે. કારને સ્ટાર્ટ કે બંધ કરવાની સાથે ફોનથી એર કન્ડિશનિંગ સિસ્ટમને પણ શરૂ કરી શકાશે. હેક્ટરની મોબાઇલ એપમાં સર્વિસ હિસ્ટ્રી પણ ચેક કરી શકાશે.
એમજી હેક્ટર દેશની પ્રથમ ઈન્ટરનેટ કાર હશે. આ કાર ઇન્ટરનેટથી કનેક્ટ હશે. હેક્ટરના આ ફીચરનું નામ iSmart સિસ્ટમ છે. આ સિસ્ટમને એરટેલના ઇ-સિમથી કનેક્ટ કરી શકાય છે. હેક્ટર દેશની પ્રથમ 5જી કનેક્ટિવિટી ધરાવતી કાર છે. આ સિસ્ટમના ઓવર-ધ-યર અપડેટ પણ મળશે અને સર્વિસ સેન્ટર પર ગયા વગર યૂઝર તેને ડાઉનલોડ કરી શકશે. હેક્ટરમાં 10.4 ઇંચની પોર્ટ્રેટ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે અને તેમાં અનેક એપ્લીકેશન્સ પ્રી લોડેડ હશે.
હેક્ટરના અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં કીલેસ એન્ટ્રી, ઓટો ડમિંગ IRVM, ક્વેડ એલઇડી પ્રોજેક્ટર લેમ્પ, એલઇડી ટેલ લેમ્પ, હનીકોમ્બ મેશ ગ્રિલ જેવા યુનિક ફીચર મળશે. હેક્ટરનું બુકિંગ મે મહિનાના પ્રથમ સપ્તાહથી શરૂ થશે અને ડિલિવરી જૂન મહિનામાં આપવામાં આવશે. એમજી હેક્ટરની કિંમત 13 થી 16 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) વચ્ચે હશે.
નવી દિલ્હીઃ MG મોટર્સે તેની પ્રથમ એસયુવી એમજી હેક્ટરને ભારતમાં લોન્ચ કરી દીધી છે. હેક્ટરને બે એન્જિન ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. બંને એન્જિનોની સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. પેટ્રોલ વેરિયન્ટની સાથે ઓટોમેટિક અને મેન્યુઅલ બંને મળશે. હેક્ટરની ટક્કર મહિન્દ્રા એક્સયુવી 500, જીપ કંપાસ અને તાજેતરમાં લોન્ચ થયેલી ટાટા હેરિયર સાથે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -