જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP 8.2 ટકાથી ઘટીને 7.1 ટકા થયો
જીડીપીમાં ઘટાડાનું મુખ્ય કારણ ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને એક્સપર્ટના મતે બીજા ક્વાર્ટરમાં કાચા તેલમાં થયેલો ભાવવધારો અને રૂપિયાની નબળાઈની અસર આર્થિક ગ્રોથ પર જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય સ્ટેટ બેંકના અહેવાલમાં વિકાસ દર 7.5થી 7.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. રોયટર્સ પોલમાં પણ નિષ્ણાંતોએ પહેલા ત્રિમાસીક ગાળાની સરખામણીએ જીડીપી ઘટવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા અન્ય ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે, આઠ કોર સેક્ટરમાં વૃદ્ધિ દર 4.8 ટકા રહ્યો જે સપ્ટેમ્બમાં 4.3 હતો.
નવી દિલ્હી: નાણાંકિય વર્ષ 2018-19ની બીજા ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થાના વિકાસની ગતિને બ્રેક લાગી છે. આ સમયગાળા દરમિયાન GDP ઘટીને 7.1 ટકા થઈ ગયો છે. જે અગાઉ 8.2 ટકા હતો. જોકે એક વર્ષ પહેલા પહેલા ક્વાર્ટરમાં દેશની જીડીપીનો આંક 6.3 ટકા હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -