હવે તમારા ટીવી પર નજર રાખવા માંગે છે સરકાર, જાણો સરકારે શું કરી ભલામણ
અત્યાર સુધી બીઆરએસીના 22,000 ઘરોમાં બીઆર-ઓ મીટર લગાવ્યા છે, જેના દ્વારા તે ટીઆરપી વિશે આંકડા ભેગા કરે છે. જ્યારે નવી ચિપ લાગ્યા પછી આ મીટરની જરૂર નહીં પડે. ઉલ્લેખનીય છે કે બાર્ક આ મીટરને ગ્રાહકની મંજૂરી પછી તેમના ઘરોમાં લગાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીએવીપી વિભિન્ન મંત્રાલયો અને તેમના સંગઠનોની એડવર્ટાઇઝમેન્ટ જાહેર કરવા માટે સરકારની નોડલ એજન્સી છે. મંત્રાલયે નવા ડીટીએત લાયસન્સ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ટ્રાઇની ભલામણો પર પ્રતિક્રિયા તરીકે આ પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, તાજેતરમાં જ મોકલવામાં આવેલા જવાબમાં ટ્રાઇએ કહ્યું કે સેટ-ટોપ બોક્સમાં ચિપ લગાવવાના મુદ્દા પર મંત્રાલયને અલગ રેફરન્સ મોકલવો પડશે.
જોકે સરકારનું આ પગલું બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (બાર્ક)નો એકાધિકાર ખતમ કરવાના પગલાં તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. બાર્ક ભારતમાં દર અઠવાડિયે ટીવી વ્યુઅરશિપનો ડેટા જાહેર કરી શકે છે. મંત્રાલયનું માનવું છે કે દૂરદર્શનની વ્યુઅરશિપ ઓછી કરીને બતાવવામાં આવે છે.
અધિકારીએ જણાવ્યું કે, ચિપ દ્વારા સરળતાથી ગ્રાહક કઇ ચેનલ કેટલીવાર સુધી જોઇ રહ્યો છે, તેની જાણકારી હાંસલ કરી શકાશે. તેનાથી વિજ્ઞાપનદાતા અને ડીએવીપી પોતાના વિજ્ઞાપનો પર સમજી-વિચારીને ખર્ચ કરી શકે. ફક્ત તે જ ચેનલોને પ્રોત્સાહન મળશે, જે વ્યાપક રીતે જોવામાં આવે છે.
નવી દિલ્હીઃ સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ચિપ બતાવશે કે તમે કઈ ચેનલ જોઈ રહ્યા છો અને કેટલા સુધી જોઈ જોઈ છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે દરેક ચેનલ માટે દર્શકો આંકડા (વ્યૂઅરશિપ ડેટા) એકત્ર કરવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -