સરકાર આપી રહી છે BHIM એપ પર ઓફર, 1 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર મળશે 51 રૂપિયા કેશબેક
જ્યારે મહિનામાં કુલ ઓછામાં ઓછા 25 અને વધુમાં વધુ 50 ટ્રાન્ઝેક્શન કરવા પર 100 રૂપિયા જ્યારે 50થી 100 ટ્રાન્ઝેક્શન કરવા પર 200 રૂપિયા અને 100થી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર 250 રૂપિયા કેશબેક મળશે. અહીં એ વાત નોંધવી જરૂર છે કે આ માટે તમારે ઓછામાં ઓછા 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી ઓફરમાં તમે મહિને 750 રૂપિયા સુધી કેશબેક મેળવી શકો છો. જ્યારે વેપારીઓને 1000 રૂપિયા કેશબેક દર મહિને મળી શકે છે. જેમાં તમને મહિને યૂનિક ટ્રાન્ઝેક્શન કરવા પર 25 રૂપિયા કેશબેક મળશે. આ માટે 100 રૂપિયાનું મિનિમમ ટ્રાન્ઝેક્શન કરવું ફરજિયાત છે. જ્યારે આ ઓફર અંતર્ગત વધુમાં વધુ 500 રૂપિયા કેશબેક મળશે.
ભીમ એપ પર પ્રથમ ઓફર 1 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર 51 રૂપિયાની કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર અંતર્ગત પ્રથમ ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકને 51 રૂપિયા કેશબેક મળશે. આ માટે ટ્રાન્ઝેક્શનની રકમની મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે તમે 1 રૂપિયો પણ મોકલો છે તો તમને 51 રૂપિયા કેશબેક મળશે.
નવી દિલ્હીઃ પેટીએમ, મોબિક્વિક જેવા ઈ-વોલેટને ટક્કર આપવા માટે લોકો સુધી પહોંચ વધારવા માટે ભીમ એપ પર સરકાર કેશબેક ઓફર આવી રહી છે. આ ઓફર્સથી NPCI ભીમ પેમેન્ટ એપનો ઉપયોગ વધારવા માટે લોકોને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેશબેક ઓફર નવા અન જૂના ગ્રાહકો અને વેપારીઓ (મર્ચન્ટ) બન્નેને આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -