આઇટી કંપની ઇન્ફોસીસે પોતાના કર્મચારીનો આપ્યો સેલેરી બેગણી કરવાનો મોકો, જાણો કઇ રીતે
કહેવાઇ રહ્યુ છે કે, કંપનીએ બ્રિઝ ટૂ કન્સલ્ટિંગ, બ્રિઝ ટૂ પાવર પ્રૉગ્રામિંગ, બ્રિઝ ટૂ ડિઝાઇન, બ્રિઝ ટૂ ટેક આર્કિટેક્ચર જેવા કેટલાય કાર્યક્રમ સામેલ કર્યા છે. આ ઉપરાંત કેટલીય આઇટી કંપનીઓમાં પોતાના કર્મચારીઓની સ્કિલને વધારવા માટે આવા કોર્સની શરૂઆત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક અંગ્રેજી મીડિયા અનુસાર કંપની આ પ્રોગ્રામને તે કર્મચારીઓ માટે લૉન્ચ કરી રહી છે, જે લોકો નોકરી છોડીને અન્ય કંપનીઓમાં ચાલ્યા જાય છે કે પછી નોકરી છોડીને અભ્યાસમાં લાગી જતાં હોય છે.
કંપની ઇચ્છે છે કે આવા કર્મચારીઓ તેમને છોડીને ના જાય અને આ કોર્સ દ્વારા પોતાની સ્કિલને નિખારે. સફળતાપૂર્વક કોર્સ પુરો કર્યા બાદ કંપની આવા કર્મચારીઓની સેલેરીમાં વધારો કરી દેશે.
નવી દિલ્હીઃ દેશની મોટી આઇટી કંપની ઇન્ફોસીસ પોતાના કર્મચારીઓ માટે આનંદના સમાચાર લઇને આવી છે. કંપની પોતાના કર્મચારીઓની સેલેરી બેગણી કરવાનો મોકો આપી રહી છે. કંપની ઇચ્છે છે કે કર્મચારી પોતાની સ્કિલ વધારે જેનાથી તેમની સેલેરીમાં વધારો કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -