13 વર્ષ પહેલા લોન્ચ થઈ હતી મારુતિની આ લોકપ્રિય કાર, હવે બનાવી દીધો આ રેકોર્ડ, જાણો વિગત
મારુતિ સ્વિફ્ટને 2005માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારે પાંચ લાખ વેચાણનો આંકડો સપ્ટેમ્બર 2010માં, 10 લાખનો આંકડો સપ્ટેમ્બર 2013માં, 15 લાખનો માર્ચ 2016માં અને 20 લાખનો આંકડો નવેમ્બર 2018માં પાર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ મારુતિ સ્વિફ્ટની લોકપ્રિયતા આજે પણ યથાવત છે, જેના કારણે એક કંપનીને એક મોટી સફળતા મળી છે. દેશભરમાં આ કારના દિવાનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાની આ કારે વેચાણમાં 20 લાખનો આંકડો પાર કરી લીધો છે.
ફેસ્ટિવ સીઝન દરમિયાન કંપની દ્વારા અનેક ઓફરો આપવામાં આવી હતી. પેટ્રોલ વર્ઝનમાં 25,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને ડીઝલ વેરિયન્ટમાં 35,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું.
મારુતિ સુઝુકી ઈન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર(માર્કેટિંગ એન્ડ સેલ્સ) આર એસ કાલસીએ કહ્યું કે, સ્વિફ્ટના વેચાણનો આંકડો 20 લાખ પહોંચવો એક સીમાચિહ્ન છે અને મારુતિ સુઝુકી ઈન્ડિયા માટે ગૌરવની ક્ષણ છે. દેશમાં વેચાતી પાંચ પ્રમુખ કાર બ્રાન્ડમાં સ્વિફ્ટ એક દાયકાથી અગ્રણી છે. કારનું વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે ઉત્પાદન વધારવામાં આવ્યું છે. મારુતિ સુઝુકીએ ચાલુ વર્ષે એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન ગત વર્ષની સરખામણીમાં સ્વિફ્ટના મોડલ્સનું ઉત્પાદન 45 ટકા વધારીને 1.39 લાખ યૂનિટ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -