મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નની તારીખ થઈ જાહેર, જાણો કઈ જગ્યાએ યોજાશે લગ્ન
નવી દિલ્હીઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશાના લગ્ન બિઝનેસ ટાયકુન આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે. ઈશા અને આનંદના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે. લગ્ન વિધિ ગુજરાતી રીતિરિવાજ પ્રમાણે યોજાશે. લગ્ન સમારંભમાં અનેક સેલિબ્રિટીઝ હાજર રહેશે તેમ માનવામાં આવે છે.
ઈશા અંબાણીની સગાઈની ત્રણ દિવસીય ઉજવણી 23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક મોટા સેલેબ્સે ભાગ લીધો હતો.
આ પહેલા આ વર્ષે આનંદ પીરામલે ઈશા અંબાણીને મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં પ્રપોઝ કર્યું હતું. મેમાં એક ખાનગી સમારોહમાં બન્ને પરિવારની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ શુભ અવસર પર મુકેશ અંબાણીની સાથે તેના માતા કોકિલાબેન અંબાણી અને દીકરો અનંદ અંબાણી પણ જોવા મળ્યો હતો.
નીતા અંબાણી હાથમાં પુજાની થાળી માટે પરિવારની સાથે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા. પારંપરિક પહેરવેશમાં જોવા મળેલ નીતા અંબાણી પીળા રંગનો ડ્રેસ અને રેડ કલરનો દુપટ્ટો પહેર્યો હતો.
આ લગ્નના કાર્ડ છપાઈ ગયા છે અને રિવાજ અનુસાર પ્રથમ આમંત્રણ ગણપતિ બપ્પાને આપવામાં આવ્યું છે. સોમવારે ઈશાના લગ્નનું આમંત્રણ કાર્ડ લઈને ભગવાનના આશીર્વાદ લેવા અંબાણી પરિવાર મુંબઈ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.
ઈશા અને આનંદ