ઇશા અંબાણી અને આનંદ પિરામલની ગ્રાન્ડ સગાઈની ઇનસાઈડ તસવીરો આવી સામે, જુઓ તસવીરો
આ સમારોહની સૌથી પહેલી તસવીર અને વીડિયો સોશલ મીડિયા પર છવાઈ ગયો છે. વીડિયોમાં ઇશા અંબાણી ગોલ્ડન વન પીસ ડ્રેસમાં ખૂબસૂરત નજર આવી રહી છે.
સગાઈમાં અનેક બોલિવૂડ હસ્તીઓ પણ પહોંચી છે. આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડા પણ નિક જોનાસ સાથે સામેલ થઈ છે. તે સિવાય જૂહી ચાવલા, અનિલ કપૂર, સોનમ કપૂર અને આનંદ આહુજાની સોશલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
તે સિવાય આનંદ ઓલિવ ગ્રીન વેલવેટ શેરવાનીમાં નજર આવી રહ્યો છે. વીડિયોમાં નીતા અંબાણી સગાઈની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરતી નજર આવી રહી છે.
આ તસવીરો અને વીડિયોને જોયા બાદ ઈટાલીમાં થઈ રહેલી આ સગાઈ કોઈ રોયલ એંગેજમેન્ટ જેવી જ છે. સગાઈ ઇવેન્ટમાંથી તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીની સગાઈ બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે ઈટાલીમાં થઈ રહી છે. ત્રણ દિવસ સુધી યોજાનાર આ ગ્રાન્ડ પાર્ટીની પહેલી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.