PHOTOS: જીપને એવી કરાવી મોડિફાઈ, અંદર લગાવ્યું ફ્રિઝ, કોફી મશીન અને વાઈફાઈ

ગાડીના પાછળના ભાગમાં સ્પેર વ્હીલના કવર પર સુપર 8નો લોગો આપવામાં આવ્યો છે.
તેમાં લગાવવામાં આવેલ ડિસ્પ્લે સેમસંગનું છે. તેમાં મ્યૂઝિક, મૂવીઝ અને વેબ બ્રાઉઝિંગની મજા લઈ શકાય છે.
તેમાં આપવામાં આવેલ કોફી મશીનથી કોફી સીધા જ એક સ્પેશિયલ મગમાં આવે છે.
તેના બોનેટની નીચે ખૂબ જ સુંદર પેન્ટિંગ કરવામાં આવ્યું છે. પેન્ટિંગમાં પહાડો દર્શાવવામાં આવ્યા છે.
તેના ઇન્ટીરિયરની ડિઝાઈન કરવામાં 2500 કલાકનો સમય લાગ્યો છે. તેમાં અંદર વુડ વર્ક કરવામાં આવ્યું છે. ગાડીની અંદર નવી બેન્ડિંગ અને પડદા ગાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ રેંગલર જીપ તો તમે જોઈ હશે, પરંતુ એવી નહીં જોઈ જેવી અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. લોકોમાં હાઈવે કલ્ચર વધી રહ્યું છે ત્યારે તેના માટે જરૂરી વસ્તુ પણ જોઈએ. જીપ હવે એવી જ કેટલીક જરૂરી વસ્તુઓ સાથે રેંગલર સુપર 8 રોડ એમ8 લઈને આવી છે. જીપે એક હાઈવે મોટલ ચેન સુપર 8ની સાથે ટાઈ અપ કર્યું છે. હવે બન્ને મળીને જીપને એક હોટલના રૂમ જેવી બનાવી છે. તેમાં કોફી મશીન, ફ્રિઝ, વાઈ ફાઈ અને એન્ટરટેનમેન્ટ માટે ખાસ વ્યવસ્થા છે.