Reliance Jioની પેમેન્ટ બેંક શરૂ, ઘરે બેઠા મળશે આ સુવિધા
જિઓ પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે સૌપ્રથમ જિયો પેમેન્ટ બેંકની એપ ઇન્સ્ટોલ કરો અને તમારા જિયો નંબર સાથે સાઇનઇન કરો. નિશ્ચિત જગ્યાએ તમારો આધાર નંબર નાખો અને આધાર કાર્ડ લિંક કરો. જો ડેબિટ/એટીએમ કાર્ડની જરૂર પડે તો એડ્રેસ અપડેટ કરો. અપડેટ કર્યા બાદ પેમેન્ટ બેંક એકાઉન્ટ માટે કસ્ટમર એક્ઝિક્યુટિવ તમારી ઓળખનું ફિઝિકલ વેરિફિકેશન અને થમ્પ ઇમ્પ્રેશન એટલે કે કેવાયસી માટે તમારા ઘરે આવશે.તમે જિયો પેમેન્ટ બેંકના ઑથોરાઇઝ સેન્ટર પર જઈને પણ વેરિફિકેશન કરાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાના કારોબારીઓ માટે આ ખાસ ફાયદાકારક છે. તે અંતર્ગત પાંચથી છ કર્મચારી ધરાવતા બિઝનેસ માટે પેમેન્ટ બેંકમાં સેલેરી એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. પેમેન્ટ બેંકથી મોબાઇલ દ્વારા બેંકિંગ ઘણું સરળ થશે અને તે માટે બેંકોના ચક્કર લગાવવામાંથી છુટકારો મળશે. તેની પોતાની મર્યાદાઓ છે, જે તેને સામાન્ય બેંકિંગથી અલગ તારવે છે.
પેમેન્ટ બેંકમાં કોઈ પણ વ્યક્તિ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે. એકાઉન્ટમાં તમે એક લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકો છો. પેમેન્ટ બેંક ડેબિટ કાર્ડ પણ ઇસ્યુ કરી શકે છે. પેમેન્ટ બેંક પાસે કસ્ટમરને સામાન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ જેવી કે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ આપવાનો પણ ઑપ્શન હશે.
જિયોએ ટેલિકોમ સેક્ટરમાં ડગલું ભરતાની સાથે જ પોતાનો આધાર મજબૂત બનાવી દીધો છે. ફ્રી વૉઇસ કૉલ અને ડેટાથી તેનો યુઝર બેસ વધી ગયો છે. કંપની હવે પેમેન્ટ બેંકિંગ સેક્ટરમાં ઊતરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, પેમેન્ટ બેંકિંગમાં પણ રસપ્રદ હરીફાઈ જોવા મળી શકે છે.
જણાવીએ કે, આરબીઆઈએ 19 ઓગસ્ટ, 2015ના રોજ જિઓ સહિત 11 કંપનીઓને પેમેન્ટ બેંકના લાઈસન્સ આપ્યા હતા. આરબીઆઈએ કહ્યું કે, જિઓ પેમેન્ટ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જોઈન્ટ વેન્ચર છે. તેમાં આરઆઈએલનો 70 ટકા હિસ્સો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાની પેમેન્ટ બેંકનું કામ શરૂ કરી દીધું છે. રિઝર્વ બેંકે રિલાયન્સ જિઓ પેમેન્ટ બેંકના કામકાજ અંગે પ્રેસ રિલીઝ જારી કરી છે. આરબીઆઈએ કહ્યું કે, જિઓ પેમેન્ટ બેંકનું 3 એપ્રિલ, 2018થી ઓપરેશન શરૂ થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -