Amazon ફાઉન્ડર જેફ બેઝોસે ટ્વિટર પર પૂછ્યું, અબજોની સંપત્તિ ક્યાં દાન કરું
ડોનેશનની વાત કરીએ તો તે પોતાના માતા-પિતા દ્વારા ચલાવવામાં આવતા એક ફાઉન્ડેશનને સપોર્ટ કરે છે. તે કેન્સર રિસર્ચ સેન્ટરને પણ 40 નિલિયન ડોલર ટોનેટ કરી ચૂક્યા છે. હાલમાં જેફ અબજોપતિ દાનવીરોની યાદીમાં સામેલ નથી થયા. વિશ્વના 167 સૌથી અમીર લોકો પોતાની કુલ સંપત્તિની અડધીથી વધારે સંપત્તિ દાનમાં આપવા માટે સહમત થયા છે. તેમાં સૌથી અમીર બિલ ગેટ્સ ઉપરાંત ફેસબુક ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયાએ પણ અબજોપતી જેફને અનેક વિચાર આપ્યા. 24 કલાકની અંદર તેમને 15,000થી વધારે જવાબ મળ્યા. એમેઝોનના માલિકે સ્પેસ ટેક્નોલજી જેવા સેક્ટર્સમાં મોટું રોકાણ કર્યું છે. જેફે આ પહેલા કહ્યું હતું કે, તે એમેઝોનના 1 બિલિયન ડોલરના સ્ટોક દર વર્ષ વેચશે જથી તે પોતાની કંપની બ્લૂ ઓરિજને ફંડ કરી શકે. બ્લૂ ઓરિજન સ્પેસ ટ્રાવેલ સસ્તી કરવા માટે કામ કરી રહી છે.
82.8 બિલિયન ડોલર (5.3 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા જેફ બેઝોસે ટ્વિટ ક્યું, હું હાલમાં લોકોની મદદ કરવા પર ધ્યાન આપું છું, એવી મદદ જેની જરૂર તાત્કાલીક હોય અને અસર ઊંડાણ સુધી હોય. તેમણે આગળ લખ્યું, જો તમારી પાસે કોઈ વિચાર હોય તો આ ટ્વિટને રિપ્લાઈ કરી તમારો વિચાર જણાવો (જો તમને લાગતું હોય કે આ રીત યોગ્ય નથી તો તે પણ મને જણાવો).
નવી દિલ્હીઃ એમેઝોનના સ્થાપક અને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે પોતાની સંપત્તિને કેવી રીતે ડોનેટ કરવી એ જામવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો. બેઝોસે સંપત્તિ ડોનેટ કરવાની રીત જાણવા માટે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની મદદ લીધી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -