1લી એપ્રિલથી જિયોના યૂઝર્સને લાગશે મોટો ઝટકો, પ્રાઈમ મેમ્બર્સ માટે કરી મોટી જાહેરાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિયો પોતાના ગ્રાહકોને ખૂબ જ સસ્તા અને સ્પેશ્યલ પ્લાન આપે છે. જેમાં વોલેટ સર્વિસ મુજબ વોઈસ કોલ ફ્રી મળે છે. જિયોની એપ સૂટ્સની ફ્રી એક્સેસ આપવામાં આવે છે. આ તમામ ઓફરનો લાભ ગ્રાહકોને 12 મહિના સુધી એટલે માર્ચ 2019 સુધી મળતો રહેશે.
ઉલ્લેખનીય છે કે 31 માર્ચ 2018 પ્રાઈમ મેમ્બરશિપ ખત્મ થવાની તારીખ હતી એવામાં જિયો યૂઝર્સને કંપની તરફથી નવી ઓફરની આશા હતી. દરેક ગ્રાહકના મનમાં સવાલ હતો કે જિયોની પ્રાઈમ મેમ્બરશિપ ખત્મ થયા બાદ શું થશે. હવે કંપનીએ ઓફર ખત્મ થવાના એક દિવસ પહેલા જ બોનાન્ઝા ઓફરની જાહેરાત કરી છે.
નવી દિલ્લી: જિયો પોતાના યુઝર્સ માટે ખુશખબરી લઈને આવ્યું છે. 31 માર્ચ બાદ જિયોના પ્રાઈમ યૂઝર્સને તમામ પ્રાઈમ ઓફરનો લાભ મળતો રહેશે. રિલાયન્સ જિયોએ પોતાના પ્રાઈમ મેમ્બર્સ માટે મેમ્બરશિપ એક વર્ષ માટે વધારી છે. આ સાથે જ આ વખતે કંપની તેમને આ ઓફર ફ્રીમાં આપી રહી છે. આ પહેલા ગ્રાહકોએ તેના માટે 99 રૂપિયા ચૂકવવાના રહેતા હતા.
આ ઓફર સાથે જિયોના હાલના પ્રાઈમ મેમ્બર માર્ચ 2019 સુધી તેના પ્રાઈમ મેમ્બર બનેલા રહેશે અને આ સુવિધાનો લાભ ગ્રાહકોને ફ્રીમાં મળશે, જ્યારે જિયોના નવા યૂઝર્સ 99 રૂપિયા ચૂકવીને પ્રાઈમ મેમ્બરશિપનો લાભ મેળવી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -