JIOને ટક્કર આપવા Airtel અને Idea લાવ્યા મેગા ઓફર, જાણો
એરટેલે 345 રૂપિયાનો પ્રી પેડ પેક લોન્ચ કર્યું છે જે અંતર્ગત કોઈપણ નેટવર્ક પર લોકલ એસટીડી કોલ ફ્રી મળશે. આ પેકમાં 1જીબી 4જી ડેટા મળશે. ઉપરાંત આ પેકમાં 50 એમડી એક્સ્ટ્રા ડેટા પણ મળશે જેને વેબ સર્ફિંગ અને સોશિયલ મીડિયા માટે યૂઝ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલના 145 રૂપિયાના પેકમાં લોકલ અને એસટીડી ફ્રી કોલની સાથે જ 300MB ફ્રી 4G ડેટા મળશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જિયોનો શરૂઆતનો પ્લાન 149 રૂપિયા છે જેમાં 300 એમબી 4જી ડેટા આપે છે. આ પેકમાં 50 એમબી એક્સ્ટ્રા ડેટા મળશે જેનાથી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે યૂઝ કરી શકાય છે.
બન્ને ટેલીકોમ કંપનીઓએ આ પ્લાન્સમાં ગ્રાહકો માટે ફ્રી કોલ અને ઇન્ટરનેટ ડેટા પણ ઉપલબ્ધ કરાવશે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવશે. આ પ્લાનની કિંમત અંદાજે 150 રૂપિયા અને 350 રૂપિયા છે.
હાલમાં દેશભરમાં રિલાયન્સ જિયો પ્લાન છવાઈ ગયો છે. હવે દરેક વ્યક્તિપાસે અન્ય સિમ હોય કે ન હોય પરંતુ રિલાયન્સ જિયો દરેક યૂઝર્સ પાસે હશે. પરંતુ હવે જિયોને ટક્કર આપવા અને યૂઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એક પછી એક ટેલીકોમ કંપનીઓ પોતાની રીતે અલગ અલગ ઓફર રજૂ કરી રહી છે. રિલાયન્સ જિયો દ્વારા ફ્રી વોઈસ અને ડેટા સર્વિસ માર્ચ સુધી આગળ વધારવાને કારણે એરટેલ અને આઈડિયાએ પણ ફ્રી કોલ અને ઇન્ટરનેટ ડેટા આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -