Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રિલાયન્સ જિયોના આજીવન ફ્રી કોલને ટ્રાઈ તરફથી મળી ક્લીન ચિટ
ટેલીકોમ ઓપરેટર્સને પોતાના નેટવર્કની બહાર જતા પ્રત્યેક કોલ પર તે નેટવર્કને પ્રતિ મિનિટ 14 પૈસાના દરે રકમ આપવી પડે છે જ્યાં તે આખરે પહોંચે છે. ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ ટેલીકોમ ક્ષેત્રમાં ઝંપલાવતા વિતેલા મહિને જિયો વેલકમ ઓફરની જાહેરાત કરી હતી જેમાં ગ્રાહકો માટે આજીવન ફ્રી કોલની સુવિધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણે ટેલીકોમ ઓપરેટર્સને લખેલ એક પત્રમાં કહ્યું કે, ટ્રાઈમાં રજૂ કરવામાં આવેલ પ્લાનને આઈયૂસીના પાલન ન કરનારા, મનમાનીપૂર્ણ અને ભેદભાવપૂર્મ ન ગણીશકાય. હાલના ઓપરેટર્સ, ભારતી એરટેલ, વોડાફોન અને અન્યએ ટ્રાઈનો સંપર્ક કરી રિલાયન્સ જિયો દ્વારા આપવામાં આવતી ફ્રી કોલ સેવાનો વિરોધ કરતાં તેના પ્લાનને મનમાનીપૂર્ણ, ભેદભાવપૂર્ણ અને હાલના નિયમોનું પાલન નહીં કરનારા ગણાવ્યા હતા.
નવી દિલ્હીઃ આજીવન ફ્રી વોયસ કોલ સેવાની ઓફર કરનાર રિલાયન્સ જિયોને રાહત આપતા ટેલીકોમ નિયામક - ટ્રાઈએ કહ્યું કે, મેદાનમાં આવેલ આ કંપનીના પ્લાન હાલના નિયમોને અનુરૂફ છે તથા તે ભેદભાવપૂર્ણ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -