નવા વર્ષમાં Jio યૂઝર્સને લાગી શકે છે મોટો ઝાટકો, મોંઘા થશે ટેરિફ પ્લાન!

Cirisilની પ્રીડિક્શન મુજબ ભારતમાં હાલ મોબાઈલ પેનેટરેશન રેટ 40 ટકા છે જે 2022 સુધી 80 ટકા એટલે કે ડબલ થઈ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે LTE સર્વિસે લીડિંગ રોલ પ્લે કર્યો છે. જેના કારણે વર્ષદરમિયાન સતત ડેટા યુઝર્સ વધી રહ્યા છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ આ દિવાળીએ પોતાના ટેરિફમાં ફેરફાર કરતાં તેને મોંઘા કર્યા હતા. પરંતુ અહીંથી જ પૂરી નથી થતું ટેરિફમાં હજુ પણ આગળ મોંઘા થવાની શક્યતા છે. નવા અહેવાલ અનુસાર હાલના ઓપરેટર્સની વચ્ચે ચાલી રહેલ ટેરિફ વોર ખત્મ થઈ શકે છે અને જિઓ પોતાના ટેરિફ મોંઘા કરી શકે છે. જિઓએ લગભગ એક વર્ષ સુધી સસ્તા ટેરિફ રાખ્યા જેથી અન્ય કંપનીઓએ પણ પ્લાન સસ્તા કર્યા છે.
ઓપન સિગ્નલના અહેવાલ અનુસાર જિઓના માર્કેટમાં આવવાથી ભારતીય ટેલીકોમ સેક્ટરમાં પ્રાઈસ વોર ઝડપથી થયું છે. ઓપન સિગ્નલના અંડેરા ટોથનું કહેવું છે કે, ‘આ ટ્રેન્ડ આગામી વર્ષ સુધી ચાલુ રહેશે. 4G માર્કેટમાં જીયોનો દબદબો હજુ પણ રહેશે. ફ્રી અને ડિસ્કાઉન્ટ ડેટા એક વર્ષ સુધી આપ્યા બાદ હવે 2018માં ટેરિફની કિંમતોમાં વધારો કરી શકે છે.’