SBIએ નિયમોમાં કર્યા મોટા ફેરફાર, નહીં વાંચો તો થશે નુકસાન
31 ડિસેમ્બર 2017થી સ્ટેટ બેન્કની એસોસિએટેડ બેન્કો સહિત 6 બેન્કોની ચેક બુક અમાન્ય થઈ જશે. SBI મુજબ આ બેન્કોમાં રજિસ્ટર 1લી જાન્યુઆરી 2018 પહેલા-પહેલા મોબાઈલ બેન્કિંગ દ્વારા અથવા બ્રાન્ચમાં જઈને નવી ચેકબુક માટે એપ્લાય કરી શકે છે.
બેન્કે 1200 બ્રાન્ચોના કોડ, નામ અને IFSC કોડ બદલી નાખ્યા છે. આ બદલ્યા બાદ હવે તમારા જૂના કોડ અને નામ કામ નહીં કરે. જે શાખાઓમાં આ ફેરફાર થયો છે તેમાં તે બેન્ક શાખોઓ પણ શામેલ છે જેમનું હાલમાં જ બેન્કની શાખાઓમાં વિલીનિકરણ થયું છે. તેનું લિસ્ટ તમે https://www.sbi.co.in/webfiles/uploads/files/RATIONALISED_BRANCHES_WITH_IFSC.pdf પર જોઈ શકો છો.
એસબીઆઈએ પોતાની કેટલીક શાખાઓને લઈને મોટા ફેરફાર કર્યા છે. આ ફેરફારની જાણકારી તમને હોવી જરૂરી છે. કારણ કે જાણકારી ન હોવા પર તમને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર નહીં કરી શકો. ઉપરાંત તમે આ બ્રાન્ચ સાથે જોડાયેલ યોગ્ય જાણકારી પણ નહીં મળે.
ભારતીય સ્ટેટ બેન્કના કસ્ટમર્સને 31 ડિસેમ્બર, 2017 સુધી પોતાનું આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવાનું રહેશે. જો કસ્ટમર્સ આવું નહીં કરે તો તેમનું એકાઉન્ટ 1લી જાન્યુઆરીથી બંધ કરી શકાય છે. એટલે કે 1લી જાન્યુઆરી બાદ યુઝર્સ પોતાનું એકાઉન્ટથી કોઈ પ્રકારની ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો.