Jioની નવી ધમાકેદાર ઓફર, આ ગ્રાહકોને મળશે 3595 રૂપિયાનો ફાયદો
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કંપનીએ Jiofi 4Gની કિંમત 1999 રુપિયાથી ઘટાડીને 999 રુપિયા કરી હતી. વધુમાં વધુ લોકો સુધી jiofi પહોંચે તે માટે આ કિંમત ઘટાડવામાં આવી હતી.
Paytm, AJIO અને રિલાયન્સ ડિજીટલના લાભ મળીને યુઝરને કુલ મળીને 2300 રુપિયાનો ફાયદો મળશે. કુલ મળીને આ ડોન્ગલ ખરીદવાથી યુઝરને 3595 રુપિયાનો ફાયદો તશે. નવી ઓફર હજી સુધી લાઈવ નથી થઈ. પરંતુ ઓફર ગુરુવારે લોન્ચ થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં JioFiની કિંમત 1999 રુપિયાથી ઘટીને 999 રુપિયા થઈ હતી. આ ઓફર અંતર્ગત 1999 રુપિયાનું Jiofi ખરીદનારા ગ્રાહકોને 1295 રુપિયાની કિંમતનો ડેટા મળશે. યુઝર 1.5Gb, 2 GB અને 3GB વાળા પ્લાનનો ઉપયોગ કરી શકશે.
નવી દિલ્હીઃ જિઓએ વધુ એક ધમાકેદાર ઓફર રજૂ કરી છે જેમાં ગ્રાહકોને 3595 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. આ ઓફર જિયોફાઈ 4જી હોડસ્પોટની ખરીદી પર મળી રહી છે. જાણકારી અનુસાર જિઓફાઈ 4જી હોટસ્પોટ 1999 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ છે. જેની ખરીદી પર ગ્રાહકોને 1295 રૂપિયાનો બંડલ ડેટા અને 2300 રૂપિયાનો Ajio, રિલાયન્સ ડિજિટલ અને પેટીએમ વાઉચર મળી રહ્યા છે.