સ્માર્ટફોન કરતા પણ ઓછી કિંમતમાં સ્માર્ટ ટીવી લોન્ચ કરશે આ કંપની...
રિપોર્ટ્સ અનુસાર, 43 ઈંચના ટીવી કિંમત 21,999 રૂપિયા હશે. ઉલ્લેખનીય છે કે, ચાઈનામાં Mi TV 4A 32 ઈંચની કિંમત 999 યુઆન (લગભગ 10500 રૂપિયા) જ્યારે 43 ઈંચવાળા મોડલની કિંમત લગભગ 19,500 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે કંપની સસ્તા રેજના ટીવી લૉન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની Mi TV 4A સ્માર્ટ ટીવી 12,999 રૂપિયામાં લૉન્ચ કરી શકે છે. આ ટીવી 32 ઈંચ અને 43 ઈંચની સીરીઝમાં લૉન્ચ કરશે.
નોંધનીય છે કે, શાઓમીના પ્રથમ ટીવીને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. તેનો પહેલો સેલ માત્ર 10 જ સેકન્ડમાં આઉટ ઑફ સ્ટૉક થઈ ગયો હતો. જોકે, બીજા સેલના આંકડા હજુ સુધી સામે આવ્યા નથી.
શાઓમીએ હાલમાં જ ટ્વીટ કરીને એક ટીવીનું ટીઝર રજૂ કર્યું છે. આ ટ્વીટમાં શાઓમી લખ્યું કે, આ સમય સ્માર્ટર, સ્લિમ અને સ્લીકર તરફ સ્વિચ થવાનો છે. ટૂંક સમયમાં ટીવીની એક નવી સીરીઝ ભારતમાં લૉન્ચ થવાની છે.
નવી દિલ્હીઃ વિતેલા સપ્તાહે શાઓમીએ પ્રથમ વખત Mi TV 4 ભારતમાં લોન્ચ કર્યું હતું. આ 55 ઇંચ સ્માર્ટ એલઈડી ટીવીની કિંમત 40 હજાર રૂપિયા છે અને ફ્લેશ સેલ દરમિયાન થોડી જ મિનિટમાં તે વેચાઈ ગયા હતા. હવે કંપની તેનું એક સસ્તું વેરિયન્ટ લાવવાની તૈયારીમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -