JioPhone યુઝર્સને હવે થશે ડબલ ફાયદો, કંપનીએ પ્લાનમાં કર્યા આવા ફેરફાર
જિયો ફોન યુઝર સામાન્ય સ્માર્ટફોન યુઝર જેટલો જ ડેટા વાપરી શકે તે માટે આ પ્લાન અપગ્રેડ કરવામાં આવ્યો હોઈ શકે છે. 309 વાળો અન્ય એક પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પેકના માધ્યમથી જિયો ફોન યુઝર જિયો ટીવી અને જિયો સિનેમા જેવી એપથી કન્ટેન્ટને પોતાના મોડર્ન અથવા CRT ટેલિવીઝન પર જોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે લોન્ચ સમયે 153 રુપિયા વાળા આ પેકમાં ફ્રી વોઈસ કોલ, 500MB 4G ડેટા, 100 SMS પ્રતિદિવસ મળતા હતા. આ દરેક ડેટા પ્લાન અનલિમિટેડ ડેટાની સુવિધા સાથે આવે છે, પરંતુ લિમિટ પતી જાય ત્યારે સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે.
રિલાયન્સ જિઓએ જિઓફોન માટે પોતાના પ્રીપેડ ટેરિફ પેકને અપગ્રેડ કર્યા છે. 153 રૂપિયાવાળા પ્રીપેડ પેકમાં હવે પ્રતિદિન 1જીબી 4જી હાઈ સ્પીડ ડેટા, અનલિમિટેડ વોયસ કોલ (લોકલ, એસટીડી, રોમિંગ) અને પ્રતિદિન 100 એસએમેસ મળસે. તેની સાથે જ ગ્રાહકોને જિઓ એપ્સ માટે ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે.
આ સિવાય JioPhone માટે બે ટોપઅપ પણ ઉપલબ્ધ છે. 24 રુપિયા વાળા ટૉપઅપ સાથે ફ્રી વોઈસ કોલ, 500MB હાઈસ્પીડ ડેટા પ્રતિદિવસ, 20SMS અને બે દિવસ માટે જિયો એપનો એક્સેસ મળે છે. જ્યારે 54 રુપિયા વાળા પેકમાં આ બધા જ ફાયદા(70SMS સાથે) સાત દિવસ માટે મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -