JIOએ આ ઓફરની તારીખ લંબાવી, હવે આ તારીખ સુધી લઈ શકો છો ટ્રીપલ કેશબેકનો લાભ
તેવી જ રીતે, પ્રાઇમ કસ્ટમર્સને yatra.com પર ફ્લાઇટની રાઉન્ડ ટ્રીપ બુક કરાવવા પર રૂપિયા 1000નું કેશબેક અને વન વે ફ્લાઇટ બૂકિંગ પર રૂપિયા 500નું ડિસ્કાઉન્ટ મળશે. અંતે, reliancetrends.com પર રૂપિયા 1999 કે વધુની ખરીદી કરવા પર જિયો પ્રાઇમ કસ્ટમર્સને રૂપિયા 500નું ડિસ્કાઉન્ટ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત અગ્રણી ડિજીટલ પેમેન્ટ વોલેટ જેમ કે એમેઝોન પે, એક્સિસ પે, ફ્રિચાર્જ, મોબિક્વિક, પેટીએમ અને ફોન પે સહિતના જિયોના ભાગીદાર પ્લેટફોર્મ પરથી કરવામાં આવતા રીચાર્જ પર રૂપિયા 300ની તાત્કાલીક કેશબેક મળશે.
આ માત્ર જિયો પ્રાઇમ કસ્ટમર્સ માટેના લાભ નવેમ્બર 10 થી નવેમ્બર 25, 2017 સુધી જ ઉપલબ્ધ બનશે. કેશબેક મેળવવા માટે યુઝરને રૂપિયા 400 (રૂપિયા50X8)ના જિયો કેશબેક વાઉચર્સ મળશે. જેને માયજિયો એપ પરથી નવેમ્બર 15, 2017થી ખર્ચ કરી શકાશે. ભાગદાર વોલેટ્સ તરફથી મળતા કેશબેલ યુઝરના વોલેટમાં તુરંત જમા કરાવી દેવામાં આવશે. ઈ કોમર્સ વાઉચર્સ નવેમ્બર 20, 2017થી ઉપલબ્ધ બનશે.
જિયો તેના ઈ કોમર્સ પાર્ટનર AJIO, Yatra.com અને રિલાયન્સ ટ્રેન્ડ્સ.કોમના સ્પેશ્યલ વાઉચર્સ આપીને શોપિંગને વધુ મજેદાર બનાવશે. આ વાઉચર્સથી ગ્રાહકો ajio.com પર ઓછામાં ઓછા રૂપિયા 1500ની ખરીદી પર રૂપિયા 399નું કેશબેક મેળવી શકશે.
આ ઓફર અંતર્ગત 399 રૂપિયા અથવા તેનાથી વધારેના દરેક રીચાર્જ પર કેશબેક રૂપે 2599 રૂપિયા સુધી મળશે, જેનો ઉપયોગ પસંદગીની જગ્યાઓ પર ખરીદી દરમિયાન કરી શકાય છે. માત્ર જિયો પ્રાઇમ મેમ્બર્સ માટેના આ ખાસ પ્લાનમાં રૂપિયા 399 કે તેના કરતાં વધારેના દરેક રિચાર્જ પર રૂપિયા 2599 સુધીનું ત્રણ ગણું કેશબેક મળી શકે છે. ટ્રીપલ કેશબેલ ઓફરમાં રૂપિયા 399 કે વધુના રીચાર્જ પર 100 ટકા કેશબેક તરીકે જિયોના રૂપિયા 400ના મૂલ્યના વાઉચર્સ મળશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે નવી અને આકર્ષક ઓફર સતત રજૂ કરતું રહે છે. દિવાળી સીઝનમાં કંપનીએ અનેક આકર્ષક ઓફર રજૂ કરી હતી. વિતેલા દિવસોમાં નવેમ્બરમાં જિઓ તરફથી યૂઝર્સ માટે ખાસ કેશબેક ઓફર રજૂ કરી હતી. પહેલા આ ઓફરની છેલ્લી તારીખ 25 નવેમ્બર હતી પરંતુ નવેમ્બર અંતમાં કંપનીએ આ ઓફરની અંતિમ તારીખ વધારીને 15 ડિસેમ્બર, 2017 કરી છે. મતલબ હવે 15 દિવસ સુધી રિચાર્જ કરાવીને ટ્રિપલ કેશબેક ઓફરનો લાભ લઈ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -