Paytm દેશભરમાં ખોલશે 1 લાખ એટીએમ આઉટલેટ્સ, 3 વર્ષમાં કરશે 3 હજાર કરોડ રૂપિયાનું રોકાણ
નવી દિલ્હીઃ Paytm પેમેન્ટ્સ બેંક દેશભરમાં પોતાનું વિસ્તરણ કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં પેમેન્ટ બેંક શરૂ કરનાર પેટીએમ આક્રમક રીતે વિસ્તરણ કરવાની રણનીતિ બનાવી રહી છે. દેશભરમાં પોતાની બેન્કિંગ સેવાના વિસ્તરણ માટે પેટીએમ પેમેન્ટ્સ બેંક 1 લાખ પેટીએમના એટીએ બેન્કિંગ આઉલટેક્સ ખોલવાની યોજના પર કામ કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર પોતાના ઓફલાઈન ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક વધારવા માટે કંપની આગામી 3 વર્ષ દરમિયાન 3,000 કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ કરશે.
17 કરોડ સેવિંગ્સ અને વૉલિટ અકાઉંટ્સ સાથે પેટીએમ પેમેન્ટ બેંક બેંકિંગ ઈંડસ્ટ્રીમાં નવું મૉડલ તૈયાર કરવા ઈચ્છે છે જે દ્વારા ફાયનાન્સિયલ સર્વિસથી એકદમ દૂર દેશભરના 5 કરોડ જેટલા લોકો સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. મે 2017માં રિઝર્વ બેંક ઑફ ઈંડિયાએ બ્રાંચ ઑથોરાઈઝેશન પૉલિસીને ઉદાર બનાવીને અને બેંક બૉર્ડ્સની ભૂમિકા નવા નિર્દેશોના પાલન સુનિશ્ચિત કરાવવા સુધી વિસ્તૃત કરી દીધી છે.
આ ATM પાડોશમાં રહેલી દુકાનો જેવા હશે જે પેટીએમના વ્યાવસાયિક પ્રતિનિધિ તરીકે કામ કરશે અને બચત ખાતા ખોલવા, પૈસા જમા કરવા કે કાઢવા જેવી સુવિધાઓ પણ આપશે. પ્રથમ તબક્કામાં પેટીએમ દિલ્હી NCR, લખનઉ, કાનપૂર, અલાહાબાદ, વારાણસી અને અલીગઢ સહિત અમુક શહેરોમાં 3 હજાર પેટીએમના ATM લગાવાઈ રહ્યા છે.
પેટીએમ પેમેન્ટ્સ બેંકના MD રેણુ સતીએ કહ્યું કે, ‘પેટીએમના ATM બેંકિંગ આઉટલેટ્સ પ્રત્યેક ભારતીય માટે બેંકિંગ સુવિધાઓની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં ભરાયેલું પગલું છે.’ તેમણે કહ્યું કે, ‘અમે માનીએ છીએ કે સ્થાનિક સ્તરનું બેંકિંગ મૉડલ હજુ સુધી બેંકિંગ સર્વિસથી દૂર રહી રહેલા લોકો માટે સારી બેંકિંગ સુવિધાઓ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.’