✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં લોન્ચ થયું હાઈસ્પીડ ઈલેક્ટ્રીક સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2019 08:40 PM (IST)
1

અમદાવાદ: જિતેન્દ્ર ન્યુ ઈવી ટેક દ્વારા ઈલેકટ્રીક સ્કૂટર JMT 1000 HS (હાઈસ્પીડ)ની રૂ. 75,000ની કિંમતમાં ગુજરાતમાં રજૂઆત કરવામાં આવી છે. નવા JMT 1000 HSમાં માત્ર આઠ સેકન્ડમાં 0-40 કિમીનો પિકઅપ અને ડબલ સીટમાં 200 કિલોગ્રામ વજનની વહન ક્ષમતા છે. ઈલેકટ્રીક બાઈક લિથિયમ આયન બેટરી પર ચાલે છે. જે માત્ર ત્રણ કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. તેની ડ્રાઈવિંગ ક્ષમતા 90 કિમી સુધીની છે.

2

લોન પર ઈલેકટ્રીક બાઈક ખરીદવામાં આવે તો માસિક હપ્તાનાં વ્યાજને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ તમામ ફાયદાઓ 35 ટકા સુધી જાય છે. જે ગ્રાહક માટે આકર્ષક છે. ગુજરાતમાં 60 ટકાથી પણ વધુ દ્વિચક્રી વાહન ધારકો પેટ્રોલ અને ઈલેક્ટ્રીક ચાર્જડ લિથિયમ બેટરી સંચાલિત બાઈકસનાં કિંમતનાં વિશ્લેષણથી પરિચિત છે. ઈલેકટ્રીક બાઈકથી પ્રદૂષણ થતું નથી અને પર્યાવરણ મિત્ર છે, પેટ્રોલ ફ્યુઅલ વ્હીકલ્સની સરખામણીમાં તેનો ચલાવવાનો ખર્ચ માત્ર 15 ટકાનો છે.

3

જિતેન્દ્ર ન્યુ ઈવી ટેક પ્રા. લિ.નાં મેનેજિંગ ડાયરેક્ટર જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, અમે JMT 1000 HS ની શરૂઆતમાં રૂ.1,10,000ની કિંમત રાખી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં વિવિધ ઈન્સેન્ટીવને કારણે આ બાઈક અમે માત્ર રૂ. 75,000ની કિંમતમાં રજૂ કરી શક્યા છીએ. કેન્દ્ર સરકારની ફેમ-ર સ્કીમ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુ. ઓફ હાયબ્રીડ એન્ડ ઈલેકટ્રીક વ્હીકલ્સ) અને પાંચ ટકા જીએસટીને કારણે આ બાઈક સસ્તી થઈ શકી છે. JMT 1000 HSને ગુજરાત રાજ્ય સરકારની સબસિડી મળી છે અને તેને જીએસઆરટીઓ વ્હીકલ રજિસ્ટ્રેશન ટેક્સમાંથી મુક્તિ મળી છે. ઘણી શહેરી સ્થાનિક સંસ્થાઓ તેમના પાર્કિંગ પ્લોટસમાં ઈલેકટ્રીક વ્હીકલ્સને ફ્રી પાર્કિંગ આપવાનું વિચારી રહી છે.

4

જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, ‘જિતેન્દ્ર ન્યુ ઈવી ટેક દિવાળી પહેલા પશ્ચિમ ભારતમાં 200 ડિલરો ઉમેરવાનું આયોજન ધરાવે છે. યુવા ઉદ્યોગ સાહસિકો માટે આ એક આકર્ષક તક છે.’

  • હોમ
  • બિઝનેસ
  • ગુજરાતમાં લોન્ચ થયું હાઈસ્પીડ ઈલેક્ટ્રીક સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.