વર્ષોથી જાણી જોઈને કેન્સર થાય તેવો બેબી પાવડર વેચી રહી છે Johnson & Johnson
આ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે કંપનીએ કોસ્મેટિક ટેલકમ પાવડરમાં એસ્બેસ્ટસની માત્રાને નિયંત્રિત કરવાનો પ્રયત્ન સામે અમેરિકી રેગ્યુલેટ્સ પર દબાણ પણ નાંખ્યું હતું. જેમાં તેઓ ઘણી હદે સફળ પણ થયા હતાં. અમેરિકી શેર બજારમાં કંપનીનાં સ્ટોકમાં શુક્રવારે 10 ટકાનો કડાકો નોંધાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલમાં જણાવ્યાં પ્રમાણે રોયટર્સે કંપનીનાં ઘણાં ડોક્યુમેન્ટસનો અભ્યાસ કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે 1971થી 2000 સુધી જોન્હસનનાં રો પાવડર અને બેબી પાવડરની ટેસ્ટિંગમાં ઘણીવાર એસ્બેસ્ટસ હોવાનું સામે આવ્યું છે.
રોયટર્સે પોતાનાં અહેવાલમાં કંપનીના ખાનગી ડોક્યુમેન્ટ્સને ટાંકીને કહ્યું કે, કંપનીના એક્ઝિગ્યૂટિવ્ઝથી લઇને માઇન મેનેજર, સાઇન્ટિસ્ટ, ડોક્ટર અને વકીલને પણ આ વાતની જાણ છે. આ જાણતા હોવા છતાં કંપની વર્ષોથી આ પ્રોડ્ક્ટ વેચી રહી છે.
આ વર્ષે ઓગસ્ટમાં અમેરિકાની મિસૌરીની એક કોર્ટે બેબી પાવડરથી કેન્સર થવાની વાત સાબિત થયા પછી કંપની પર આશરે 32 હજાર કરોડ રૂપિયાનો ભારે દંડ પણ લગાવ્યો છે. જોકે કંપની આ આરોપને નકારકી આવી છે. પરંતુ રોયટર્સના ખુલાસા બાદ એ સ્પષ્ટ છે કે કંપની પોતાની પ્રોડક્ટમાં એસ્બેસ્ટસ વાપરતી હતી અને તેની દાયકાથી કંપનીને જાણ હતી.
નવી દિલ્હીઃ બેબી પાવડર બનાવીત કંપની જોનસ એન્ડ જોનસન (જેજે) વર્ષોથી જાણી જોઈને કેન્સર થાઈ એવો પાવડર વેડી રહી છે. સમાચરા એજન્સી રોયટર્સે આ વાતનો ખુલાસો કર્યો છે કે, 1970થી લઈને 2000 સુધી કંપનીએ પોતાની પ્રોડક્ટમાં એસ્બેસ્ટસનો ઉપયોગ કર્યો હતો અને આ વાતની જાણકારી કંપનીમાં કાર્યરત એક વ્યક્તિને હતી. એસ્બેસ્ટસથી કેન્સર થવાનું જોખમ હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -