કેરળ પૂરપીડિતો માટે આ જાણીતા બિઝનેસમેને કરી માત્ર રૂપિયા 10,000ના દાનની જાહેરાત, થયો ટ્રોલ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Aug 2018 03:52 PM (IST)
1
સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયા બાદ વિજય શર્માએ પોતાનું ટ્વીટ હટાવી લીધુ હતું.
2
શેખર શર્માએ તેનો સ્ક્રીનશોટ ટ્વિટ પણ કર્યો હતો બાદમાં તેને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક યૂઝર્સે કહ્યું, 10 હજાર ડોનેટ કરનાર વિજય શર્મા 1.7 અબજ ડોલરની સંપત્તિના માલિક છે વિજય શર્મા 10 હજાર રૂપિયાનું જંગી દાન આપીને સેલ્ફ પ્રમોશન કરી રહ્યા છે.
3
વિજય શેખર શર્માએ paytm થકી 10000 રૂપિયા કેરળની આપદા માટે આપ્યા હોવાનું ટ્વિટ કરીને અન્યોને પણ આગળ આવીને સહાય કરવા અપીલ કરી હતી.
4
નવી દિલ્હી: કેરલમાં આવેલા જળપ્રલયના રાજ્યમાં 350 કરતા વધારે લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયા પર લોકો કેરલની મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે. Paytm ના અબજોપતિ માલિક વિજય શેખર શર્માએ કેરલમાં આવેલી પુરની આફત માટે માત્ર 10000 રૂપિયાનું દાન આપતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે.