પ્રથમ વખત Jio અને એરટેલ સાથે આવ્યા, ભેગા મળી લીધું આ પગલું
આ ઉપરાંત એરટેલ કેરળના 5 રિલીફ સેન્ટરો પર VSAT લગાવશે, જેના દ્વારા યુઝર્સને મફત વાઈ-ફાઈની સુવિધા મળશે. લોગ થ્રિસુર, કાલીકટ, માલાપુરમ, કન્નૂર, કોટાયમ, ત્રિવેન્દ્રમ અને એરનાકુલમ જેવા સ્થળોએ એરટેલના ફ્લેગશિપ સ્ટોર્સ પર પોતાના સ્માર્ટફોન્સની બેટરી ચાર્જ કરી શકો છો અને મફત કોલ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરટેલએ પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને 30 રૂપિયા બેલેન્સ આપ્યું છે અને તેની વેલિડિટી સાત દિવસની છે. જો યુઝર્સના ફોનમાં બેલેન્સ ખતમ થઈ ગયું છે તો એરટેલ તેમનને ફોનમાં 30 રૂપિયા બેલેન્સ આપશે. આ ઉપરાંત એરટેલ રાજ્યમાં પોતાના પ્રીપેડ યુઝર્સને મફત 1જીબી ડેટા આપી રહ્યું છે, તેની વેલિડિટી સાત દિવસની હશે.
જિઓએ પૂર પીડિત રાજ્યમાં પોતાના ગ્રાહકોને આવનારા સાત દિવસો માટે અનલિમિટેડ વોઈસ અને ડેટા પેકની સુવિધા આપી છે. જો જિઓ યુઝર્સના ફોનમાં રહેલા પ્લાનની વેલિડિટી ખતમ થઈ ગઈ છે, તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. જિઓનો આ નવો પ્લાન તેમને આપ મેળે જ મળી જશે.
નવી દિલ્હીઃ કેરળમાં આવેલ પૂરથી લાખો લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અત્યાર સુધીમાં પૂરથી 370થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે 3 લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. વરસાદને કારણે કેરળમાં રે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બચાવ માટે 2000 રિલીઝ કેમ્પ સેટઅપ લગાવવામાં આવ્યા છે. કેરળમાં લોકોને મદદ કરવા માટે રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલએ રિલીફ પેકેજ આપ્યું છે. રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલએ પૂર પીડિતોની મદદ માટે મોબાઈલ ડેટા અને કોલિંગ ફ્રી કરી દીધું છે. આ ઉપરાંત એરટેલએ આ જાહેરાત કરી છે કે સ્માર્ટફોન યુઝર્સ કેરળમાં કોઈપણ એરટેલ સ્ટોર પર જઈને બેટરી ચાર્જ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -