✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ સ્ટારના એક ટ્વિટથી Snapchatને લાગ્યો 84 અબજ રૂપિયાનો ઝાટકો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Feb 2018 02:23 PM (IST)
આ સ્ટારના એક ટ્વિટથી Snapchatને લાગ્યો 84 અબજ રૂપિયાનો ઝાટકો
1

જણાવીએ કે ટ્વિટર પર કાઈલીના 2.45 કરોડથી વધારે ફોલોઅર્સ છે. કાઈલીનું આ ટ્વિટ 50 હજારથી વધારે વખત રીટ્વીટ કરવામાં આવ્યું અને 2.9 લાખથી વધારે લોકોએ તેને લાઈક કર્યું. કાઈલીનું આ ટ્વિટ સ્નેપચેટ માટે એટલું ખતરનાક સાબિત થયું કે બજારમાં ઉહાપોહ મચી ગયો. વોલ સ્ટ્રીટમાં સ્નેપચેટની પેરન્ટ કંપનીનો શેર 6 ટકા સુધી ઘટી ગયો. વેલ્યૂ પ્રમાણે કંપનીને 1.3 અબજ ડોલરનું નુકસાન થયું.

2

રિસર્ચ ફર્મ ઈ-માર્કેટરના અહેવાલ અનુસાર આ એપ વિશ્વભરમાં હાલમાં 16.6 કરોડ યૂઝર્સ ધરાવે છે. સ્નેપચેટે હાલમાં જ પોતાની ડિઝાઈનમાં ફેરફાર કર્યો છે અને એવા અહેવાલ મળી રહ્યા છે કે યૂઝર્સને આ નવી ડિઝાઈન પસંદ નથી પડી રહી. એનાથી પણ મોટો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે રિયાલિટી ટીવી સ્ટાર કાઇલી જેનરે એક ટ્વિટ કર્યું. કાઈલીએ ટ્વિટ કર્યું કે શું અન્ય કોઈએ પણ સ્નેપચેટ ખોલવાનું બંધ કર્યું છે? કે પછી આવું મારી સાથે જ થયું છે, ઓહ...આ ખૂબ જ દુઃખદ છે.

3

ગુરુવારે સ્નેપચેટને માત્ર એક ટ્વિટને કારણે 1.3 કરોડ ડોલરનો ઝાટકો લગ્યો. બ્લૂમબર્ગ અહેવાલ અનુસાર ગુરુવારે સ્નેપચેટની પેરન્ટ કંપની સ્નેપ ઇંકના શેરમાં 6.1 ટકાનો કડાકો બોલી ગયો અને કંપનીની માર્કેટ વેલ્યૂ 1.3 અબજ ડોલર ઘટી ગઈ હતી. ભારતીય રૂપિયા પ્રમાણે આ આંકડો 84 અબજ 46 કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.

4

નવી દિલ્હીઃ હોલીવુડ સ્ટાર કાયલી જેનરના વિશ્વભરમાં કરોડો દિવાના છે. ત્યાં સુધી કે બોલીવુડ સ્ટાર દિલજીત રોસાંઝ પણ તેના ફેન લિસ્ટમાં છે. પરંતુ કેલીનામાત્ર એક ટ્વિટથી કંઈક એવું થયું કે સોશિયલ મીડિયા મેસેજિંગ અને મલ્ટિમીડિયા એપ સ્નેપચેટનું માર્કેટ ધરાશાયી થઈ ગયું.

  • હોમ
  • બિઝનેસ
  • આ સ્ટારના એક ટ્વિટથી Snapchatને લાગ્યો 84 અબજ રૂપિયાનો ઝાટકો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.