JIO ગ્રાહકોને લાગશે મોટો ઝાટકો, કંપની 5 દિવસ બાદ બંધ કરશે આ સર્વિસ
જોકે, કંપનીએ એ જાણકારી નથી આપી કે તેની પેમેન્ટ બેંક ક્યારે આવશે. આ પહેલા એજન્સીએ એ જાણકારી આપી હતી કે જિઓ પેમેન્ટ બેંક માર્ચના અંત સુધી પોતાની સેવાઓ શરૂ કરી શકે છે. પરંતુ હવે ચર્ચા એવી છે કે પેમેન્ટ બેંક આવતા વિલંબ થઈ શકે છે. તેની પાછળ આરબીઆઈની નવી ગાઈડલાઈન્સ જવાબદાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ન્યૂઝ એજન્સી અનુસાર, જ્યારે કંપની પાસે આરબીઆઈ ગાઈડલાન્સ પર જાણકારી માગવામાં આવી તો કંપનીએ તે આપી નહીં. જોકે, જ્યારે એજન્સીએ રિલાયન્સ જિઓના કસ્ટમર કેર પર આ મામલે જાણકારી માગી તો કહેવામાં આવ્યં કે, જરૂરી લાઇસન્સ લેવામાં આવી રહ્યું છે. જિઓ પેમેન્ટ બેંક ટૂંકમાં જ પોતાનું ઓપરેશન શરૂ કરશે. ત્યાર બાદ જ જિઓ મનીથી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર થઈ શકશે.
જિઓ મનીએ જે જાણકારી આપી છે તેમાં આરબીઆઈના માર્ગદર્શિને ટાંકવામાં આવી છે. તેનું કહેવં છે કે, માર્ગદર્શિકા અનુસાર મોબાઈલ વોલેટમાંથી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવાની સુવિધા બંધ કરવામાં આવી રહી છે. આ આદેશ 27 ફેબ્રુઆરીથી લાગુ શે. જોકે, જિઓએ કહ્યું છે કે, જો કોઈ ગ્રાહક પોતાના રૂપિયા 27 ફેબ્રુઆરી પહેલા ટ્રાન્સફર કરવા માગે છે તો તેને કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. પરંતુ આ ટ્રાન્સફર માત્ર એક વખત કરવાનું રહેશે. ગ્રાહક 26 ફેબ્રુઆરી સુધી રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. ગ્રાહકોને મોટો ઝાટકો લાગવાનો છે. કંપની પોતાની એક સર્વિસ બંધ કરવા જઈ રહી છે. 27 ફેબ્રુઆરી બાદ જિઓ જિઓ મની મોબાઈલ વોલેટ બંધ કરી દેશે. જિઓએ આ મામલે ગ્રાહકોને એસએમએસ દ્વારા જાણકારી આપી છે. કંપનીનું કહેવું છે કે, 27 ફેબ્રુઆરીથી મોબાઈલ વોલેટથી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ નિર્ણય આરબીઆઈના માર્ગદર્શિકા બાદ લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -