✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તમને ખબર પણ ન પડી અને 45 દિવસમાં 5 રૂપિયા મોંઘું થઈ ગયું પેટ્રોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Aug 2017 07:46 AM (IST)
1

કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે, અમેરિકામાં ક્રુડની ઇન્વેન્ટરી ઘટવાના કારણે તથા જિયોપોલિટિકલ ટેન્શનના કારણે ડિમાન્ડ વધી છે. તેના કારણે ક્રુડની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. કેડિયા કહે છે કે જો જિયોપોલિટિકલ ટેન્શન ખાસ કરીને ઉત્તર કોરીયા સાથે અમેરિકાનો સંઘર્ષ વધશે તો ક્રુડ પ્રાઇસ 55 ડોલર પ્રતિ બેરલ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરીયાતના 80 ટકા જેટલું ક્રુડ આયાત કરે છે.

2

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઓટોમેટેડ સિસ્ટમ શરૂ થયા બાદથી પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર વિતેલા 45 દિવસમાં પેટ્રોલની કિંમત 5 રૂપિયાનો વધારો થયો છે. વેબસાઇટ અનુસાર 1 જુલાઈથી લઈને 15 ઓગસ્ટની વચ્ચે પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો વધારો થયો છે.

3

IOCની વેબસાઇટ અનુસાર, ગાંધીનગર-અમદાવાદમાં 16 ઓગસ્ટે રૂ.69.89ની કિંમત હતી. આ વર્ષે 16 જૂનથી પેટ્રોલની કિંમત ઓટોમેટેડ સિસ્ટમ પ્રમાણે દરેક સવારે રીવાઇઝ થાય છે.

4

પેટ્રોલની કિંમત ઓગસ્ટ મહિના દરમિયાન 3 રૂપિયા વધી ચૂકી છે. પહેલી ઓગસ્ટે દિલ્હીમાં રૂ.65.40ના રીટેલ ભાવે વેચાતું પેટ્રોલ અત્યારે રૂ.68.80ના ભાવે વેચાય છે. જોકે, ઓટોમેટેડ સિસ્ટમ લાગુ થયા પછી શરૂઆતના એક મહિનામાં કિંમતમાં ઘટાડો આવ્યો હતો. 16 જૂનની રૂ.65.48ની કિંમત સામે 30 જૂને ભાવ રૂ.63.31ના લેવલે ગયો હતો.

5

પેટ્રોલની કિંમતમાં થઇ રહેલા સતત વધારાનું કારણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડની કિંમતમાં આવેલી તેજી છે. ઇન્ડિયન ક્રુડ બાસ્કેટમાં 1 જુલાઇ આસપાસ ક્રુડની કિંમત જ્યાં બેરલ દીઠ રૂ.3,000 (45 ડોલર)ના સ્તર પર હતી પણ હાલ આ કિંમત રૂ.3200 (51 ડોલર) થઇ ગઇ છે. જોકે, જુલાઇમાં ક્રુડની કિંમત નીચી હતી. તેનો ફાયદો રીટેલ ગ્રાહકોને પણ મળ્યો હતો અને દેશમાં પેટ્રોલની કિંમત 16 જૂનની રૂ.65.48 સામે 30 જૂને રૂ.63.31ના લેવલે ગઇ હતી.

  • હોમ
  • બિઝનેસ
  • તમને ખબર પણ ન પડી અને 45 દિવસમાં 5 રૂપિયા મોંઘું થઈ ગયું પેટ્રોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.