હવે PAN કાર્ડની સ્કેન કોપી અને OTP દ્વારા પાન નંબરને આધાર સાથે જોડી શકાશે
ઉપનામો કે ડોટ્સવાળા ઉપનામોના કારણે પણ લિન્કિંગની સમસ્યા થાય છે. આધાર ઈનિશિયલ્સ પણ ઓળખી શકતું નથી. તેથી દક્ષિણ ભારતીયોને મોટી સમસ્યા થાય છે. કેમકે તેઓ તેમના નામની પહેલા ગામનું નામ અને પિતાનું નામ પણ લખે છે. આવું જ મિડલ નેઈમ કે લાસ્ટ નેઈમ લિન્ક કરવામાં પણ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈનકમ રિટર્ન ફઆઈલ કરવા માટે પાન કાર્ડ સાથે આધાર લિન્ક કરવાનું ફરજિયાત થયા પછી અનેક લોકોને કાર્ડ લિન્ક ન થવાની મુશ્કેલી થાય છે. કેમકે ઘણીવાર આધાર સ્પેશિયલ કેરેક્ટર્સ ઓળખી શકતું નથી જ્યારે પાન તે ઓળખી શકે છે.
આ ઉપરાંત ઈનકમ ટેક્સ વિભાગ ઓનલાઈન ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારી વેબસાઈટ પર એક નવી કોલમ જોડવાની તૈયારીમાં છે. આ નવી કોલમમાં આધાર કાર્ડને લિન્ક કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જેના દ્વારા જો બંને કાર્ડમાં નામની કોઈ ભૂલ છે તો OTP જનરેટ થશે જે તમારા ફોનમાં મેસેજ દ્વારા મળશે.
એ OTPને પોર્ટલમાં મૂક્યા પછી બંને કાર્ડ લિન્ક થઈ જશે. બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારી જન્મતારીખ આધાર કાર્ડ અને પાન કાર્ડમાં હોવી જોઈએ.
નવી દિલ્હીઃ લોકોને પોતાનો પરમનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર સાથે જોડવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું મુખ્ય કારણ નામના સ્પેલિંગ અલગ અલગ હોવાનું છે. હવે આ પ્રણાલીને સરળ બનાવવામાં આવી છે. હવે તમારે તેના માટે માત્ર તમારા પાન કાર્ડની એક સ્કેન કોપી આપવી પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -