10 રૂપિયાના અલગ-અલગ ડિઝાઈનના તમામ સિક્કા કાયદેસરઃ RBI
ગત નવેમ્બરમાં થયેલી નોટબંધી બાદ વિદેશમાં રહેતા ભારતીયોને નોટ બદલવા માટે ૩૦ જૂન સુધીનો સમય અપાયો છે, જેનો 'લાભ' લઈને અનેક લોકો હજી નોટ બદલવાની બાકી હોવાથી હવે એનઆરઆઈની મદદ લઈ રહ્યા છે અને તેમને નોટોના બંડલના પાર્સલ મોકલી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂની બંધ થયેલી ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટોને બદલવા માટે લોકો નવો કીમિયો અજમાવી રહ્યા છે. તેઓ વિદેશમાં પોતાના સગાવાળા અને મિત્રોને પાર્સલમાં આવી નોટો મોકલી રહ્યા છે. જે તેઓ પાછળથી ભારતમાં આવીને બદલાવતા હોય છે. કસ્ટમ વિભાગે આવા અનેક પાર્સલો પકડી લીધા છે.
અત્યાર સુધી બજારમાં ૧૦ રૂપિયાના મૂલ્યના અલગ અલગ સિક્કા આવતા હોવાથી ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ રહી હતી. રાજ્યમાં અનેક સ્થળે ૧૦ રૂપિયાના સિક્કા ન સ્વીકારાતા હોવાની પણ વ્યાપક ફરિયાદો થઈ રહી હતી. જોકે હવે રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી દેતા લોકોને હાશકારો થયો છે. સૌથી વધુ વિવાદ સિક્કામાં વચ્ચે મોટા અક્ષરે '10' લખેલું છે તેનો છે અને તેને નકલી માનવામાં આવી રહ્યો હતો.
રિઝર્વ અનુસાર માતા શેરાવાલીના ફોટોવાળા સિક્કા, સંસદના ફોટોવાળા સિક્કા, વચ્ચે મોટા અક્ષરે '10' લખેલા સિક્કા, હોમી ભાભાના ફોટોવાળા સિક્કા, મહાત્મા ગાંધીના ફોટોવાળા સિક્કા સહિત અન્ય તમામ સિક્કા માન્ય જ છે. આ તમામ સિક્કા અલગ અલગ વિશેષ અવસર પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાથી તેની ડિઝાઈન અલગ અલગ છે.
નવી દિલ્હીઃ દેશમાં 10 રૂપિયાના જુદા જુદા પ્રકારના સિક્કા પર લોકોની વચ્ચે ફેલાયેલ ભ્રમની સ્થિતિને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ સિક્કો અમાન્ય નથી અને તમામ સિક્કા ચલણમાં છે. આ સમય સમય પર જારી કરવામાં આવેલ અલગ અલગ ડિઝાઈનના સિક્કા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -