SBIએ વિજય માલ્યા સહિત 63 ડિફોલ્ટરોની 7000 કરોડની લોન માફ કરી
આ અંગે કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં સ્પષ્ટતા કરી હતી કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલ્યા તથા અન્યોની રૂપિયા 7,000 કરોડની લોન માફ કરી નથી. આ કેસોમાં તપાસ હજી ચાલુ છે. રીટન ઓફનો અર્થ વેઈવર (લોન માફી) ગણવો નહીં. બૂક્સમાં એન્ટ્રીમાં જે ફેરફાર કરાયો છે એમાં તે પરફોર્મિંગ એસેટ્સમાંથી નોન-પરફોર્મિંગ એસેટ્સ બની ગઈ છે. આનો અર્થ લોન હવે રહી જ નથી એવો ન થાય. રાઈટ-ઓફ્ફનો અર્થ લોન માફી ન થાય. લોન હજી યથાવત્ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App30 જૂન 2016 સુધીમાં એસબીઆઈ 48 હજાર કરોડ રૂપિયાની બેડ લોન માફ કરી ચૂકી છે. જોકે આ લોન માફી ક્યારે કરવામાં આવી તેની કોઇ તારીખ એસબીઆઈએ આપી નથી. ભારતની સૌથી મોટી બેંકે આ તમામ દેવું ટોકસિક લોન ટેગ કરી દીધું છે. એડવાન્સ અંડર કલેક્શન એકાઉન્ટ-એયુસીએ- હેઠળ ટોક્સિક લોનનો મતલબ વહીખાતામાંથી હટાવી દેવાનો થાય છે. જેનો અર્થ એ છે કે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન સહિતના 63 દેવાદારનું લહેણું બેંકની બેલેન્સશિટમાંથી હટાવી દેવામાં આવશે. જોકે બેંક આ દેવાદારો પાસેથી દેવું વસૂલવાની કોશિશ બંધ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ વિજય માલ્યા સામે કોર્ટના આદેશથી કાર્યવાહી કરતાં 1620 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. દિલ્હી અદાલતે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરેલું છે. આમ છતાં ભાગેડુ માલ્યા જ્યાં સંતાયો છે તે બ્રિટન સાથે પ્રત્યાર્પણ સંધિના અભાવે દેશમાં લાવવામાં અસફળતા મળી છે.
SBIએ જેમનું દેવું રાઈટ ઓફ્ફ કર્યું છે તેમાં કિંગફિશર એરલાઇન્સ- 1201 કરોડ રૂપિયા, કે એસ ઓઇલ- 596 કરોડ રૂપિયા, સૂર્યા ફાર્માસ્યુટિક્લ્સ- 526 કરોડ રૂપિયા, જીઇટી પાવર- 400 કરોડ રૂપિયા, સાંઇ ઇન્ફો સીસ્ટમ-376 કરોડ રૂપિયા શામેલ છે.
છેલ્લા થોડા ઘણાં સમયથી આ પ્રકારની લોન ન વસૂલવાનો મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો છે. વિજય માલ્યાના વિવિધ બેંકોને કુલ 9000 કરોડ રૂપિયા ફુલેકું ફેરવીને વિદેશ ભાગી ગયા છે. જેમાં સૌથી વધુ એસબીઆઈના છે. સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં પછી પણ ભાગેડુ વિજય માલ્યાને દેશમાં લાવવામાં નિષ્ફળતા મળતાં એસબીઆઈએ 100 દેવાદારોમાંથી 63 દેવાદારોના કુલ 7016 કરોડ રૂપિયાની લોન રાઈટ ઓફ્ફ કરવાની જાહેરાત કરી છે. આ 63નું તમામ દેવું બેલેન્સશીટમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે. જ્યારે 31નું આંશિક દેવું માફ જાહેર કરાયું છે. Royal Challengers Bangalore, Vijay Mallya અને અન્ય છ દેવાદારોની લોનને નોન પર્ફોર્મિંગ એસેટ ઘોષિત કરાઇ છે.
અમદાવાદ: ભારતની સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ભાગુડે બિઝનેસમેન વિજય માલ્યા સહિત 63 ડિફોલ્ટરોના 7016 કરોડ રૂપિયા ડૂબી ગયા હોવાનું માની લીધું છે. એટલે કે બેંકને હવે આ નાણાં પરત મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. માંડવાળ કરાયેલી લોન એસબીઆઈના ટોચના 100 લોન ડીફોલ્ટરોની કુલ રકમની 80 ટકા જેટલી રકમ થવા જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -