અમદાવાદ સહિતના શહેરોમાં આ કંપની આપી રહી છે ભાડા પર નવી SUV, જાણો વિગત
કંપનીનું માનવું છે કે આમ કરવાથી માર્કેટમાં નવા ગ્રાહકો આવશે. આ માટે કંપનીએ ગ્લોબલ લીઝિંગ સર્વિસ કંપની Orix અને ALD Automotive સાથે કરાર કર્યો છે. કંપનીને આશા છે તહેવારની સીઝનમાં લોકોને આ સ્કીમ ઘણી પસંદ આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આ માટે ભાડાની રકમ પણ નક્કી કરી દીધી છે. નવી સ્કોર્પિયો લેવા પર દર મહિને 26,499 રૂપિયા ચુકવવા પડશે. XUV500W5 માટે પ્રતિ માસ 32,999 રૂપિયા, KUV100nxt K2 માટે પ્રતિ માસ 13,499 રૂપિયા, TUV 300 T4+ માટે પ્રતિ માસ 21,499 રૂપિયા ચુકવવા પડશે.
કંપનીનું કહેવું છે કે કાર લીધા બાદ ગ્રાહકે દર મહિના સુધી નક્કી કરેલી રકમ ભાડા તરીકે જમા કરાવવી રહેશે. વાહનનો ઈન્શ્યોરન્સ અને રોડ ટેક્સ જેવા ખર્ચ કંપની ઉઠાવશે. તેનો બોજ ગ્રાહકો પર નહીં નાંખવામાં આવે. દર મહિને ભાડું આપીને આ સ્કીમ અંતર્ગત કાર ઘરે લઈ જઈ શકાય છે. કંપનીનું કહેવું છે કે જો ત્રણ વર્ષ બાદ ગ્રાહકને લાગે કે તેણે કાર ખરીદવી છે તો ખરીગી પણ શકશે. તે સમયે કારની જે કિંમત હશે તેટલું પેમેન્ટ કરવાનું રહેશે. જો ન રાખવી હોય તો પરત કરી શકે છે. મહિન્દ્રાની આ સ્કીમ હાલ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ અને પુણેમાં લાગુ થશે.
મહિન્દ્રા જે ગાડીઓ ભાડા પર આપશે તેમાં મિડ સાઈઝ એસયુવી સ્કોર્પિયો, મારાઝો, XUV500, KUV100 અને TUV300 સામેલ છે. આ કારની એક્સ શો રૂમ કિંમત 10થી 15 લાખ રૂપિયા છે. જોકે કંપની આ કારને 13,499થી લઈ 32,999 રૂપિયાના માસિક ભાડા પર આપી રહી છે. કંપની દ્વારા વિવિધ શહેરો માટે અલગ માસિક ભાડું નક્કી કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ જે લોકો પાસે કાર નથી પરંતુ ફેસ્ટિવ સીઝન દરમિયાન કારમાં ફરવાની ઈચ્છા રાખે છે તેમના માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એક ખાસ ઓફર લઈને આવી છે. કંપનીએ કાર ભાજે આપવાની જાહેરાત કરી છે. કંપનીના ગ્રુપ સીએફઓ વી એસ પાર્થસારથીના કહેવા મુજબ, કંપની 36 મહિના માટે કાર લીઝ પર ઉપલબ્ધ કરાવી રહી છે. જેમની પાસે એક પણ રૂપિયો નથી તેઓ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -