માલ્યાના જેટની આજે ત્રીજી વાર થશે હરાજી, જાણો કેવું લક્ઝુરિયસ હતું આ જેટ
માલ્યાનું ટૂંકું નામ 'VJM' જેટની વિન્ડો, ગેટ અને સોફા પર લખેલ છે. આ 25 સીટર જેટમાં સોફા, બેડ, બાર, શાવર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્લેનને કસ્ટમાઈઝ કરાવવા માટે વિજય માલ્યાએ 4 કરોડ ડોલરનો ખર્ચ કર્યો હતો.
જેટ એક વખત ફ્યૂઅલ ભરવા પર મુંબઈથી અમેરિકા જઈ શકે છે. માલ્યા તેને ઘર અને ઓફિસ બન્ને રીતે ઉપયોગ કરતા હતા. તેમાં કોન્ફરન્સ અને મીટિંગ રૂમ પણ છે.
લક્ઝરી છે માલ્યાનું જેટઃ આ જેટમાં સીએફએમ 56-5 એન્જિન લાગેલ છે. જ્યારે માલ્યાએ તેને ખરીદ્યું હતું ત્યારે તેની કિંમત 260 કરોડ હતી.
મુંબઈઃ દેશની બેન્કોને અબજોનો ચૂનો લગાડીને ભાગી ગયેલા બિઝનેસમેન લિકર કિંગ વિજય માલ્યાએ સર્વિસ ટેક્સ વિભાગને પણ ૫૩૫ કરોડ રૂપિયામાં નવડાવ્યા છે. આ રકમ વસૂલવા માટે સર્વિસ ટેક્સ વિભાગ ૨૮-૨૯ એટલે કે સોમવારે અને મંગળવારે માલ્યાના લક્ઝુરી પર્સનલ જેટ(વિમાન)ની હરાજી કરશે. આમ તો આ ત્રીજી વાર હરાજી થશે. વિભાગે કહ્યું કે સોમ-મંગળ માલ્યાના વિમાનનું ઈ-ઓક્શન થશે. બોમ્બે હાઈકોર્ટના આદેશને પગલે પ્રોફેશનલ વેલ્યુએર દ્વારા તેની કિંમત નક્કી કરવામાં આવી છે. અગાઉની લીલામીમાં વિભાગે વિમાનની કિંમત ૧૫૨ કરોડ રૂપિયા નક્કી કરી હતી, પરંતુ તેમાં કોઈ લેવાલ મળ્યું ન હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -