ઈનોવાને ટક્કર આપવા મારુતિએ લોન્ચ કરી નવી અર્ટિગા, શાનદાર છે લૂક
સેફ્ટી અને સિક્યોરિટી ફીચર્સ જૂના મોડલ જેવા જ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી અર્ટિગામાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 104 પીએસનો પાવર આપે છે. ડીઝલ વેરિયન્ટમાં 1.3 લીટર મલ્ટીજેટ એન્જિન આપવામાં આવી શકે છે.
નવી અર્ટિગાને હાર્ટેક્સ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. મારુતિના આ પ્લેટફોર્મ પર લેટેસ્ટ સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનો જેવી કારો બની છે. આ મોટું અને હલકુ પ્લેટફોર્મ છે. તેમાં ફ્લેટ બોટમ સ્ટિયરિંગ આપવામાં આવ્યું ચે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ટોયોટા ઇનોવાને ટક્કર આપવા માટે તેની એમપીવી કાર અર્ટિગાનો નવું મોડલ લોન્ચ કર્યું છે. જૂની અર્ટિગાની તુલનામાં નવી કારનો લુક અને એન્જિન દમદાર છે. નવી અર્ટિગાનો લુક ઘણા અંશે ટોયોટા ઇનોવાને મળતો આવે છે. નવી અર્ટિગાને પેટ્રોલ અને ડીઝલ બંને વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.
અર્ટિગાના નવા મોડલનું ઈન્ટીરિયર ડ્યૂલ ટોન કલરથી લેસ છે. તેમાં નવી ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ અને સેન્ટર કન્સોલ 6.8 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -