Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સ્વિફ્ટ સ્પોર્ટ્સ સહિત આ ત્રણ કાર ભારતમાં લોન્ચ નહીં કરે મારુતિ સુઝુકી
મારુતિ સુઝુકી હંમેશા એક સિક્યોરિટી જોઇને પોતાની કાર્સને લોન્ચ કરે છે. જે પ્રકારે ભારતમાં ઓફ-રોડિંગ ગાડીનું જોઇએ તેટલું માર્કેટ નથી કારણ કે તેને પંસદ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. તેવામાં જિમ્નીને ભારતમાં જોઇએ તેવું માર્કેટ નહીં મળે. બીજી તરફ સ્વિફ્ટ સ્પોર્ટને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ કારને પણ લોન્ચ કરવામાં નહીં આવે તેનું કારણ એ છે કે આ કાર ઘણી મોંઘી છે. આ કારની કિંમત અંદાજે 10 લાખની આસપાસ બેસે છે. બીજું કારણ એ પણ છે કે પરફોર્મન્સ કાર માર્કેટમાં VW Polo GT, Fiat Punto Abarth અને Baleno RSનું સેલિંગ પણ ઘણું ઓછું છે. જે જણાવે છે કે આ પ્રકારની કાર માત્ર શોખીન લોકો જ ખરીદે છે. આજે પણ ભારતમાં એફોર્ડેબલ અને પોસાય તેવી કારને વધુ ખરીદવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકીના એન્જિનિયરિંગ હેડ સીવી રામને ઇન્ડિયા ઓટો બ્લોગ વેબસાઇટને જણાવ્યા પ્રમાણે 5 લાખથી નીચેના સેગમેન્ટમાં મારુતિની બે કાર પહેલાંથી જ સારું વેચાણ ધરાવે છે. જેમાં ઓમની અને ઇકો છે. જો 7 સીટર વેગનઆરને પણ આ સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવે તો મારુતિની એક જ સેગમેન્ટમાં ત્રણ કાર થઇ જશે. તેવામાં મારુતિ સુઝુકીનું માનવું છે કે 7 સીટ વેગનઆરને લોન્ચ કરવી યોગ્ય નથી.
ભારતમાં મારુતિ સુઝુકીની 7 સીટર વેગનઆર, સ્વિફ્ટ સ્પોર્ટ અને સુઝુકી જિમ્ની એમ ત્રણ કારની આતુરતાથી રાહ જોવાઇ રહી છે, પરંતુ માહિતી પ્રમાણે કંપની પોતાની આ ત્રણેય કારને આવનારા સમયમાં ભારતમાં લોન્ચ કરવાની કંપનીની કોઈ યોજના નથી.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની કાર ભારતીય બજારમાં સૌથી વધારે વેચાતી કાર છે. હાલમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાની કાર ડિઝાયર જુલાઈ મહિનામાં સર્વશ્રેષ્ટ વેચાણ કરનારી કાર બની. ભારત ઉપરાંત વિદેશી માર્કેટમાં પણ તે ખૂબ ધુમ મચાવે છે. જોકે મારુતી કેટલાક મોડલ એવા પણ છે વૈશ્વિક બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે પરંતુ ભારતમાં હજુ સુધી લોન્ચ કરવામાં નથી આવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -