મારૂતિની ન્યુ અર્ટિગા જૂની અર્ટિગા કરતાં હશે કેટલી મોંઘી? જાણો વિગત
મારુતિ સુઝિકીની વેબસાઈટ www.marutisuzuki.com પર જઈને નવી અર્ટિગાનું બુકિંગ કરાવી શકો છો. બુકિંગ રકમ 11,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મારુતિની વેબસાઈટ પર અર્ટિગા પેજ બનાવવામાં આવ્યું છે, જેના પર ક્લિક કર્યા બાદ બુકિંગવાળું પેજ ખુલી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી અર્ટિગાની સાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જૂના મોડલથી તેની લંબાઈ 99 એમએમ તથા પહોળાઈ 5 એમએમ વધારે છે. ત્રીજી લાઈનમાં બેઠનાર વ્યક્તિને હવે વધારે લેગ સ્પેસ મળશે. આ કારનું વ્હીલબેસ 2740 એમએમ અને 32 લિટરની બૂટ સ્પેસ રાખવામાં આવી છે. કારની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં એક્સ શોરૂમ 7.13 લાખ રૂપિયાની આસપાસ રહેશે. જૂની અર્ટિગાની કિંમત 6.68 લાખ રૂપિયાથી શરૂ થતી હતી. જોકે વેરિયન્ટ અનુસાર કિંમતમાં ફેરફાર હોઈ શકે છે.
મારુતિ સુઝુકીની અર્ટિગાની બીજી જનરેશનને ખૂબ જ સ્ટાઈલિશ બનાવવામાં આવી છે. તેને સ્પોર્ટી બનાવવામાં આવી છે. નવી અર્ટિગોને L, V, Z અને Z+ નામના ચાર વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. નવી અર્ટિગામાં 1.5 લિટર પેટ્રોલ એન્જિન છે. આ જ એન્જિન સિયાઝમાં પણ છે. ડીઝલ એન્જિન જૂના મોડલવાળા 1.3 લિટર મલ્ટીજેટ જ રહેશે. બન્ને એન્જિનની સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 105 પીએસના પાવર અને 138 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
મારુતિની નવી અર્ટિગાના ફ્રન્ટમાં બોનટ પર શાર્પ કોર્નર તેને વધારે સ્ટાઈલિશ બનાવે છે. એલઈડીની સાથે 3ડી ટેલ લેમ્પ આપવામાં આવ્યા છે. નવી અર્ટિગાના ઇન્ટીરિયરને રોયર બનાવવામાં આવ્યા છે. ડૈશબોર્ડ પર વુડ ફિનિશિંગ અને કનેક્ટેડ વેન્ટ્સ આપવામાં આવ્યા છે. તેમાં ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ ફીચર આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની નવી અર્ટિગાનું વેચાણ 21 નવેમ્બરથી શરૂ થઈ જશે. કંપનીએ કારનું સત્તાવાર બુકિંગ શરૂ કર્યું છે. સાથે જ કંપનીએ આ મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) કારનું વેચાણ પ્રીમિયમ સેગમેન્ટવાળા શોરૂમમાંથી કરવામાં આવશે. મારુતિ, અર્ટિગા મોડલને વર્ષ 2012થી વેચી રહી છે. કંપનીએ આ મોડલ ખૂબ જ લોકપ્રિય થઈ છે. કંપનીએ હવે બીજી જનરેશન લોન્ચ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -