માર્ક ઝકરબર્ગે Facebookના અધિકારીઓને Iphone વાપરવા પાડી ના, જાણો શું છે કારણ

ફેસબુકે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી. અહેવલમાં દાવો કરવામાં આવ્યો છે કે, માર્ક ઝકરબર્ગે કંપનીના ઉચ્ચ અધિકારીઓને આઈફોનનો ઉપયોગ ન કરવા માટે કહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને મેનેજમેન્ટ ટીમને માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે કહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર એપલના સીઈઓ ટિમ કુક દ્વારા કરવામાં આવેલ ટીકા બાદ ઝકરબર્ગે આ નિર્ણય કર્યો છે. MSNBCના ઇન્ટરવ્યૂમાં ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હતી.

માર્ક ઝકરબર્ગે કુકના આ નિવેદન બાદ તેને છીછરું અને વાહિયાત નિવેદન ગણાવ્યું હતું. હાલમાં એ સ્પષ્ટ નથી કે માર્ક ઝકરબર્ગ દ્વારા મેનેજમેન્ટને માત્ર એન્ડ્રોઈડ યૂઝર કરવાની સલાહ પાછળ ટિમ કુકનું નિવેદન છે કે પછી કોઈ અન્ય કારણ છે.
આ પહેલા પણ ટિમ કુકે ફેસબુકની ટીકા કરી હતી. માર્ચમાં જ્યારે ટિમ કુકને પૂછવામાં આવ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકા જેવી ઘટના એપલમાં થઈ હોત તો તમે શું કરત. તેણે કહ્યું કે, હું આવી સ્થિતિમાં આવતો જ ન હોત. કુકનું કહેવું હતું કે, ફેસબુક યૂઝર્સના ડેટાથી કમાણી કરે છે અને એપલ એવું ક્યારેય ન કરત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -