Maruti Suzukiની કાર થઈ મોંઘી, તાત્કાલીક અસરથી કંપનીએ લાગુ કર્યો ભાવ વધારો
ટાટા મોટર્સે કહ્યું હતું કે કારની કિંમતોમાં 1 જાન્યુઆરીથી 40 હજાર રૂપિયા સુધીની વધારો કરશે. ટાટા તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બજારના બદલાતાં સમીકરણ, વધતો ખર્ચ અને વિભિન્ન અન્ય બહારના આર્થિક કારણોથી અમને કિંમત વૃદ્ધિ પર વિચાર કરવા મજબૂર કર્યા. જોકે, હજુ સુધી કંપનીએ તેની જાહેરાત નથી કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની કાર મોંઘી થઈ ગઈ છે. કંપનીએ પોતાના કેટલાક મોડલ્સની કિંમતમાં તાત્કાલીક અસરથી 10 હજાર રૂપિયા સુધીનો ભાવ વધારાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકીએ કહ્યું કે, વસ્તુઓની કિંમત વધવા અને ફોરેન એક્સચેન્જ રેટની અસરને કારણે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ટાટા મોટર્સે ડિસેમ્બર 2018માં જ પોતાની કિંમતોને વધારવાની જાહેરાત કરી હતી.
હાલમાં મારુતિ દેશમાં 2.53 લાખ રૂપિયાથી 11.45 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધીની કારોનું વેચાણ કરે છે. મારૂતિની ઓલ્ટો-800 કાર સૌથી પસંદ કરવામાં આવે છે. બીજી તરફ, કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં એસ ક્રોસ કાર વેચે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -