મારુતિ સ્વિફ્ટની લિમિટેડ એડિશન થઈ લોન્ચ, હ્યુન્ડાઈ i10ને આપશે ટક્કર, જાણો કિંમત
સ્વિફ્ટની ટક્કર હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ 10 અને ફોર્ડ ફિગો સાથે થશે તેમ માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તેમાં પાવર વિન્ડો, એબીએસ, ડ્યૂટ ફ્રન્ટ એરબેગ્સ અને રિયર પાર્કિંગ સેન્સરની પણ સુવિધા છે. સ્વિફ્ટની લિમિટેડ એડિશનના બંને વેરિયન્ટમાં કોઇ મિકેનિકલ ફેરફાર નથી કરવામાં આવ્યા.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી ફેસ્ટિવ સીઝનમાં વેચાણ વધારવાની તૈયારીમાં છે. તેને જોતાં મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં લોન્ચ કરેલી swift કારની લિમિટેડ એડિશન લોન્ચ કરી દીધી છે. મારુતિ સ્વિફ્ટ લિમિટેડ એડિશનની કિંમત 4.99 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. સ્વિફ્ટ લિમિટેડ એડિશન તેના બેસ વરિયન્ટ LXi અને LDi પર આધારિત છે.
મારુતિ સુઝુકી સ્વિટમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 82 બીએચપી પાવર જનરેટ કરે છે. 1.3 લીટર એન્જિન 74 બીએચપીનો પાવર જનરેટ કરે છે. બેસ વેરિયન્ટ 5 સ્પીડ મેન્યુઅલની સાથે આવે છે. સ્વિફ્ટ મારુતિની સૌથી વધારે વેચાતી કાર પૈકીની એક છે. કંપની દર મહિને સરેરાશ 19,000 કાર વેચે છે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ લિમિટેડ એડિશનમાં કેટલાક નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. જેમાં બે સ્પીકરની સાથે single-din બ્લૂટૂથ સ્ટીરિયો અને બ્લેક પેઇન્ટ વીલ કેપ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -